Sardar Sarovar Dam
હાલ સરદાર સરોવર ડેમ (Sardar Sarovar Dam)ની સપાટી 131.04 મીટર પર પહોંચી છે. ઉપરવાસમાંથી 10 લાખ 15 હજાર ક્યુસેક પાણીની આવક થતા ડેમની જળ સપાટીમાં 75 સેન્ટિમીટરનો વધારો નોંધાયો છે. ડેમના 23 દરવાજામાંથી 8,14,599 હજાર ક્યુસેક છોડવામાં આવી રહ્યું છે. જેથી નર્મદા નદી કાંઠા વિસ્તારના ભરૂચ,નર્મદા ,વડોદરા ના 52 ગામોને એલર્ટ પર કરવામાં આવ્યા છે. ભરૂચ અને વડોદરામાં NDRFની ટિમ તૈનાત કરવામાં આવી છે.
આ પણ જુઓ : Patan : પાટણમાં ચાલતી કારમાં લાગી આગ
નર્મદામાં છોડવામાં આવી રહેલા પાણીથી કરજણ તાલુકાના પુરા, આલમપુરા, લીલાઇપુરા, નાની અને મોટી કોરલ તથા જુના સાયર, શિનોર તાલુકાના મઢી દેવસ્થાન, અનસુયા મંદિર, માલસર અને બરકાલ તેમજ ડભોઇ તાલુકાના ચાંણોદ, કરનાળી અને નંદેરીયા ગામોને તાલુકા મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા સાવધ કરવામાં આવ્યા છે.
આ પણ જુઓ : Unlock 4 : ગૃહ મંત્રાલયે જાહેર કરી ગાઈડલાઈન, જાણો શું શું ખુલશે
ભરૂચના ગોલ્ડન બ્રિજની સપાટી વધીને 22.06 ફૂટ પર પહોંચી છે. જેના કારણે, ગોલ્ડન બ્રિજની આજુબાજુના ઝૂંપડપતિ વિસ્તારોને ખાલી કારાયા છે. 52 ગામોના લોકોને નદી કિનારે ન જવા માટે સૂચના આપી દેવામાં આવી છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.