રાધનપુર તાલુકા ના શેરગઢ ગામ ની યુવતી ઉપર વિધર્મી યુવાન દ્વારા થયેલા હુમલા માં રાજકીય નેતાઓ યુવતી ની મદદ અર્થે મેદાને આવ્યા છે.
ત્યારે મહેસાણા ની ખાનગી હોસ્પિટલ માં સારવાર હેઠળ શેરગઢ ની યુવતી ના ખબર અંતર પૂછવા ઠાકોર સેના અગ્રણી અને રાધનપુર ના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર આવ્યા હતા.
હુમલા માં ઘાયલ યુવતી ના ખબર અંતર પૂછ્યા બાદ અલ્પેશ ઠાકોરે આરોપીઓને કડક સજા ની માંગ સાથે ન્યાયિક તપાસ ની માંગ કરી છે. તો વળી વિધર્મી યુવાન દ્વારા હીંચકારા હુમલા બાબતે અલ્પેશ ઠાકોરે તલવાર ઉપાડવી પડે તો અલ્પેશ ઠાકોર તલવાર ઉપાડવા તૈયાર હોવાનું નિવેદન કર્યું છે.