AMC

  • અમદાવાદ મ્યુનિ. (AMC) દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં AMC એ શહેરની ચાર હૉસ્પટિલને કોરોનાની સારવાર માટે ડિનોટીફાય કરી છે.
  • એટલે કે હવે આ ચાર હૉસ્પિટલો કોરોના વાયરસનાં સંક્રમિત દર્દીઓની સારવાર કરી નહીં શકે.
  • જેમાં બોડીલાઇન હૉસ્પિટલ- પાલડી, સેવિયર એનેક્સ – આશ્રમ રોડ, તપન હૉસ્પિટલ-સેટેલાઇટ અને તપન, રખિયાલ-બાપુનગર વગેરે હોસ્પિટલોનો સમાવેશ થાય છે.
  • જો કે, ઉપરોક્ત ચાર હૉસ્પિટલો સામે કેટલીક ફરિયાદો થઇ હતી.
  • જેના કારણે મ્યુનિ. તંત્ર (AMC) દ્વારા કોરાનાની સારવાર માટે નક્કી થયેલી હૉસ્પિટલોની ચકાસણી માટે ઝોનલ આસી. પ્રોફેસર, ડે. હેલ્થ ઓફિસર, એસવીપી હૉસ્પિટલના મેડિસીન વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, ઓએસડી એમ ચાર સભ્યોની કમિટીની રચના કરી છે.
  • જેમણે ચકાસણી ચારેય હૉસ્પિટલમાં ખાનગી બેડ કરતાં AMC ના ક્વોટાની બેડમાં બહુ જ ઓછા દર્દીઓને સારવાર અપાતી હતી,
  • તથા મૃત્યુદર પણ ઊંચો હતો અને તેઓ કોરોનાના દર્દીઓના ડેટા પણ યોગ્ય રીતે આપી શકતા ન હતા વગેરે ખામીઓનો રિપોર્ટ કમિશનર મુકેશ કુમારને સુપ્રત કર્યો હતો.
  • આ કારણે કમિશનરે તાત્કાલિક અસરથી આ ચારેય હોસ્પિટલોને કોરોનાની સારવાર માટે નક્કી કરાયેલી હોસ્પિટલોના લિસ્ટમાંથી દૂર કરવાનો નિર્ણય જાહેર કર્યો છે.
  • હવેથી આ હોસ્પિટલો નક્કી કરેલા બેડ પર કોરોનાના એક પણ દર્દીને દાખલ કરી શકશે નહીં.
  • આ ઉપરાંત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરતમાં 19, અમદાવાદ શહેરમાં 3, બોટાદમાં 1, જૂનાગઢમાં 1, જૂનાગઢ કોર્પોરેશનમાં 1, મહેસાણામાં 1, વડોદરામાં 1 મળીને કુલ 28 દર્દીના મોત થયા છે.
  • તો રાજ્યમાં કોરોનાએ કુલ 2229 દર્દીઓના અત્યાર સુધી ભોગ લીધા છે.
  • આ દરમિયાન પોઝિટિવ કેસના આંકડા મુજબ સુરતમાં 256 અમદાવાદમાં 196, વડોદરામાં 80, રાજકોટમાં 55, ભરૂચમાં 27, કેસ નોંધાયા છે.
  • જ્યારે મહેસાણામાં 24, ભાવનગરમાં 38, ગીરસોમનાથમાં 21, કચ્છમાં 21, ગાંધીનગરમાં 31, જૂનાગઢમાં 30, સુરેન્દ્રનગરમાં 20 કેસ નોંધાયા છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024