Amit Shah
- રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.
- આ મુદ્દાને લઇ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે(Amit Shah) સોમવારે ઉત્તર બ્લોક કાર્યાલયમાં એક સર્વપક્ષીય બેઠક કરી.
- ત્યાર બાદ અમિત શાહે(Amit Shah) લોક નાયક જય પ્રકાશ(LNJP) હોસ્પિટલની મુલાકાત લીધી. જેમાં તેમણે હોસ્પિટલના કોરોના દર્દીને લઈને હોસ્પિટલમાં સુવિધાઓની સમીક્ષા કરી.
- અમિત શાહે હોસ્પિટલની મુલાકાત બાદ દિલ્હીના મુખ્ય સચિવને તમામ હોસ્પિટલના કોરોના વોર્ડમાં CCTV કેમેરા લગાવવા તેમજ દર્દીને કોઈપણ ખાદ્ય સામગ્રી માટે મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખવા આદેશ આપ્યો.
#WATCH Union Home Minister Amit Shah visits Delhi’s LNJP hospital to review #COVID19 preparedness pic.twitter.com/iTwiu7uFRc
— ANI (@ANI) June 15, 2020
- તદુપરાંત ગૃહ મંત્રાલયે પણ એક નિવેદન બહાર પાડતા કહ્યું કે, ‘ગૃહ મંત્રીએ દિલ્હીના મુખ્ય સચિવને નિર્દેશ આપ્યા છે કે તે દરેક કોવિડ-19 હોસ્પિટલના કોરોના વોર્ડમાં CCTV કેમેરા લગાવે. જેથી સારી રીતે ધ્યાન રાખી શકાય અને દર્દીની સમસ્યાઓનું સમાધાન કરી શકાય. તેમણે મુખ્ય સવિચને વૈકલ્પિક કેન્ટીન બનાવવાના પણ નિર્દેશ આપ્યા, જેથી દર્દીઓને કોઈપણ મુશ્કેલી વગર ખાવાનું મળી રહે.’
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News