- ગુજરાત સહીત દેશની સૌથી કંપની અમૂલનું ટ્વિટર એકાઉન્ટ શુક્રવારે માઈક્રો-બ્લોગિંગ વેબસાઈટ ટ્વિટરે બ્લોક કરી દીધું છે.
- જો કે, થોડા સમય પછી ટ્વિટરે પાછું એકાઉન્ટને અનબ્લોક કરી દીધું છે.
- દેશમાં ડેરી પ્રોડક્ટની સૌથી મોટી કંપની અમૂલનું ટ્વિટર એકાઉન્ટ એક મેસેજની સાથે જોવા મળી રહ્યું હતું.
- ચીન વિરુદ્ધ અમૂલ સતત પોતાની જાહેરાતમાં કેમ્પેઈન ચલાવી રહ્યું હતું.
#BowDownChina
Wtf is this @jack @TwitterIndia ,@Twitter
Just became amul supported made in India?? pic.twitter.com/87beZwViQS— 🇮🇳🇮🇳Hindu Sanatan Aditya🇮🇳🇮🇳 (@Aditya79654415) June 5, 2020
- ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) દ્વારા દેશની સૌથી મોટી ફ્રૂ઼ડ બ્રેડ અમૂલની માર્કેટિંગ કરવામાં આવે છે.
- GCMMFને કોઈ પણ જાતની માહિતી વગર અમૂલના ટ્વિટર એકાઉન્ટ પર કૉશન એલર્ટ જોવા મળતા પણ ઘણું આશ્ચર્ય થયું હતું.
- અમૂલનું ટ્વિટર એકાઉન્ટ બ્લોક થતાં જ ટ્વિટર યૂઝર્સની વચ્ચે એક મોટો મુદ્દો બની ગયો હતો.
- તેમજ યૂઝર્સે એકાઉન્ટ બ્લોકને અમૂલના લેટેસ્ટ ક્રિયેટિવ કેમ્પેઈન ‘Exit the Dragon?’ સાથે જોડ્યું હતું.
- આ કેમ્પેઈન અમૂલે ચીની પ્રોડ્ક્ટ્સનો બહિષ્કારના સપોર્ટ કરવા માટે ચલાવ્યું હતું.
- આપણે જાણવાનું કે, લેટેસ્ટ અમૂલ ટોપિકલમાં રેડ અને વાઈટ ડ્રેસ પહેરેલી આઈકોનિક અમૂલ ગર્લને પોતાના દેશને એક ડ્રેગન સાથે લડીને બચાવતી જોવા મળી હતી.
- તથા તેના પાછળ ચીની વિડીયો-શેયરિંગ મોબાઈલ એપ્લિકેશન TikTokનો લોગો પણ જોવા મળ્યો છે.
- તેના સિવાય એડમાં મોટા મોટા અક્ષરોમાં લખેલું છે કે અમૂલ ‘Made In India’ બ્રાન્ડ છે
- તથા તેમનું કોફ્સ પીએમ નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર અભિયાન’ પર છે.
There is nothing suspicious about @Amul_Coop ! Why you are showing Suspicious account warning @TwitterIndia ?
If reason is below tweet, we Indians stand by #Amul always.
Stop your prejudice on our Desi Super Brands ! Do not force us to go legal. @PMOIndia @ishkarnBHANDARI https://t.co/e8wgwSI9z2
— G J Shankar Nath (@gjsnath) June 5, 2020
- GCMMFના મેનેજિંગ ડાયરેક્ટર આર એસ સોઢીએ જણાવ્યું હતું કે, અમે ટ્વિટરને પુછ્યું છે કે આખરે આ રીતે બ્લોક કરવા પહેલા અમને જાણકારી કેમ આપવામાં આવી નથી. ટ્વિટરે અમને પહેલા માહિતી આપવી જોઈતી હતી.
- અત્યારે ટ્વિટર દ્વારા આ આખી ઘટનાની કાર્યવાહી પર પ્રતિક્રિયાની રાહ જોવાઈ રહી છે.
- જોકે અત્યાર સુધી ટ્વિટર તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી કે આખરે અમૂલના ટ્વિટર એકાઉન્ટ કેમ બ્લોક કરવામાં આવ્યું છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News