Mucormycosis
કોરોના બાદ હવે મ્યુકરમાયકોસીસ (Mucormycosis) નામના રોગે માથું ઉચક્યું છે. વડોદરાની ખાનગી હોસ્પિટલમાં રાજપીપળાના વૃદ્ધ કોરોનાસારવાર લઈ રહ્યા હતા તે દરમિયાન મ્યુકરમાયકોસીસ થયા બાદ તેમનું મોત નીપજ્યું છે. વડોદરામાં મ્યુકરમાયકોસીસથી મૃત્યુ થયાનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે.
અમદાવાદમાં મ્યુકરમાયકોસીસને કારણે 8 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. શહેરના દાંડિયાબજારમાં આવેલી સિદ્ધિ મલ્ટીસ્પેશિયાલિટી હૉસ્પિટલના ડૉ. જયેશ રાજપરાના જણાવ્યા પ્રમાણે, 10 દિવસ પહેલા મૂળ રાજપીપળાના વૃદ્ધા કોરોનાની સારવાર અર્થે તેમની હોસ્પિટલમાં આવ્યા હતા.દરમિયાન ત્રણ દિવસ પહેલા તેમના નાકમાંથી લોહી નીકળવાનું ચાલુ થઇ ગયું હતું.
આ પણ જુઓ : પાટણમાં મ્યુકોરમાઇકોસીસ બીમારીથી એકનું મોત
ત્યારબાદ રિપોર્ટ્સ કઢાવતા બાયોપ્સી રિપોર્ટ પરથી વૃદ્ધાને મ્યુકરમાયકોસીસ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું. વૃદ્ધામાં મ્યુકરમાયકોસીસના ક્લિનિકલ લક્ષણો પણ જોવા મળ્યા હતા. વૃદ્ધાનું રવિવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.