એપલની કિંમત વધારે હોય છે એટલે બધા તેને ખરીદી નથી શકતા પરંતુ તેની ટેકનોલોજીની બધા જ ચર્ચા કરે છે.
ટેક્નોલોજી સેક્ટરની મોટી કંપની Apple આજે એટલે 12 સપ્ટેમ્બર 2018ના પોતાના વાર્ષિક ઇવેન્ટમાં નવા iPhone અને ગેજેટ્સ લોન્ચ કરશે. એપલ પોતાની પ્રોડક્ટસ ક્વોલિટી માટે પ્રખ્યાત છે. એપલની કિંમત વધારે હોય છે એટલે બધા તેને ખરીદી નથી શકતા પરંતુ તેની ટેકનોલોજીની બધા જ ચર્ચા કરે છે. આપણે એપલનો લોગો જોયો હશે, અડધું સફરજન. ક્યારેય આપણે વિચાર્યું છે કે એપલનો લોગો આવો કેવો છે. તેની પાછળ શું કારણ હશે.
1877માં રોબ જેનિફે આ લોગોને તૈયાર કરીને એપલના ફાઉન્ડર સ્ટીવ જોબ્સને દેખાડ્યું હતું અને પહેલી જ નજરમાં જોબ્સને આવું સફરજનનો લોગો ગમી ગયો હતો.
મીડિયા રિપોર્ટસ પ્રમાણે ચાખેલા સફરજન અંગે જણાવવામાં આવે છે કે આ લોકો કોમ્પ્યુટર સાઇન્સના પિતા ગણાતા એલન ટર્નિંગની યાદમાં બનાવવામાં આવ્યું છે. જેમની 1954માં સંદિગ્ધ પરિસ્થિતિઓમાં મોત થઇ હતી. તેમના મૃતદેહ પાસેથી ખાધેલું ઝેરી સફરજન મળ્યું હતું.
એકવાર ઇન્ટરવ્યૂ દરમિયાન રોબ જેનિફે કહ્યું હતું કે, સફરજન એક એવું ફળ છે કે તે થોડું પણ કાપેલું હોય તો પણ તેનો આકાર સરળતાથી ઓળખી શકાય છે.
જ્યારે તે કંપની બનાવવા જઇ રહ્યાં હતાં ત્યારે નામોની યાદીમાં એપલ સૌથી ઉપર હતું અને આ નામ તેમણે આપ્યું હતું. જે ઉપરાંત માનવામાં આવે છે કે કપાયેલ સફરજનને અંગ્રેજીમાં એપ્પલ બાઇટ પણ કહેવામાં આવે છે. બાઇટ કમ્પ્યૂટરમાં માપવાનું યુનિટ છે.