Patan : પાટણ જીલ્લામાં અનુસૂચિત જાતિના લોકો જાતિ અપમાનિત ઘટનાઓથી વિચલિત બની હિન્દુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા માટે કાયદાકીય પ્રકિયા માટે સામૂહિક અરજી કરી રહ્યા છે. સિદ્ધપુર, સરસ્વતી બાદ હવે પાટણ તાલુકાના 4 ગામોમાંથી 60 લોકો ધર્માંતરણ માટે અરજી કરતાં કલેકટર દ્વારા સુનાવણી માટે બોલવવામાં અભિપ્રાય આવ્યા હતા. અરજી મામલે કોઈ નિર્ણય લેવાયો નથી.
સિદ્ધપુરના 6, સરસ્વતીના 5 ગામમાંથી અંદાજે 150થી વધુ લોકોની ધર્માંતરણની અરજીઓ બાદ હવે પાટણ તાલુકામાંથી પાટણ, ધારપુર, સંખારી અને રણુંજ ગામમાંથી 60 લોકો દ્વારા હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મમાં જવા માટે ધર્માંતરણની મંજૂરી લેવા જિલ્લા કલેકટર કચેરી ખાતે સામૂહિક અરજી કરાતા કાર્યવાહીના ભાગરૂપે ગુરુવારે અરજદાર પૈકી 60 લોકોને કલેકટર અરવિંદ વિજયન દ્વારા સુનાવણી માટે રૂબરૂ બોલાવી તેમના અભિપ્રાય લેવાયા હતા.
જેમાં ધર્માંતરણ અંગે કલેકટર દ્વારા કારણ અંગે પૂછપરછ કરી નિવેદનો લીધા હતા.હાલમાં અરજી કરનાર લોકોને કોઈ દબાણપૂર્વક ધર્માંતરણ કરાયુ રહ્યું નથી તે બાબતે પૂછપરછ કરાઈ છે. મંજૂરી અંગે કલેકટર દ્વારા એકપણ અરજી ઉપર નિર્ણય લેવાયો નથી. સંબંધિત વિભાગોમાં સંકલન બાદ અરજીઓ અંગે આખરી નિર્ણય લેવાશે.તેવુ વહીવટી સૂત્રોએ જણાવ્યુ હતુ.
લક્ષ્મણ પરમારે જણાવ્યું હતું કે વર્ણ વ્યવસ્થામાં ઊંચ નીચ જાતિના ભેદભાવ રાખી અમારી સાથે કરાતાં વર્તન તેમજ સમાનતાને લઈ અમે સૌ હિંદુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મમાં જવા માંગીએ છીએ. જિલ્લામાં આવા 600 જેટલા લોકો છે. જેવો ધર્માંતરણ કરવા ઈચ્છે છે. જે તબક્કાવાર અરજીઓ કરી રહ્યા છે.