તારીખ 25 જાન્યુઆરીના રોજ ધંધુકામાં ધોળા દિવસે કિશન ભાઇ શિવાભાઈ બોળીયા માલધારી જેમના પર ફાયરિંગ કરી હત્યા કરવામાં આવેલ હતી જેને લઇ આજરોજ બોટાદ કલેકટર કચેરી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
અને માંગ કરવામાં આવી હતી કે આ યુવાનની હત્યા કરનાર હત્યારાઓને કડકમાં કડક સજા થાય તેમજ આ કેસ ને ફાસ્ટ્રેક કોર્ટ માં જલદી ચલાવવામાં આવે. અને આવા બનાવો ફરી ન થાય તે પ્રકારનું પોલીસ દ્વારા કામ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આ આવેદન પત્ર માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા તથા કલેકટર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું.
- રાધનપુર સાતલપુર અને સમી પંથકની પાણીની સમસ્યા એક સપ્તાહમાં નહીં ઉકેલાય તો આંદોલન છેડાશે : રધુ દેસાઈ
- પાટણના માધવ નગર ખાતે શ્રી સધી મેલડી માતાના મંદિરે ભક્તિ સભર માહોલમાં ભંડારો યોજાયો
- રાધનપુર ખાતે રઘુવંશી લોહાણા સમાજની ચૂંટણીલક્ષી શક્તિ પ્રદર્શન સાથેની બેઠક યોજાઇ.
- હારીજ તાલુકાના બોરતવાડા ગામે 31 મુ સહકાર સંમેલન યોજાયું.
- દાહોદ જિલ્લામાં તમામ તાલુકાઓમાં ગ્રામજનોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા યોજાઇ રાત્રીસભા