Aravalli
અરવલ્લી (Aravalli) ના ભિલોડામાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. તો Aravalli ના ભિલોડામાં વરસાદ બાદ ગોવિંદનગર રોડ પર ગટરલાઈન તૂટી જતા મારવાડી સોસાયટીમાં દુકાન આગળ મોટો ભુવો પડ્યો હતો. આ કારણે દુકાન આગળ ઉભેલા ચાર લોકો આ ભુવામાં પડ્યા હતા. જો કે, સદનસીબે આ ચારમાંથી કોઈને ઈજા નથી થઈ.
હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. તેમજ આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં તો દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે.
- આ પણ વાંચો : Paytm માં KYC અપડેટના બહાને 25 લાખથી વધુ લોકો સાથે થયો ફ્રોડ
- Weather forecast : 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
રાજ્યના 80 માર્ગ ભારે વરસાદના કારણે બંધ છે. જેમાં સુરત જિલ્લાના 37, વલસાડના 14 માર્ગ, તાપીના 11, છોટા ઉદેપુરના ત્રણ માર્ગ બંધ છે. આ ઉપરાંતન નવસારીના 2, નર્મદાના 2, જૂનાગઢના 2 અને પોરબંદરના 3 માર્ગ બંધ છે. તથા ઓવર ટોપિંગના કારણે રાજ્યના 77 રસ્તા બંધ છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow