Ek Villain 2
મોહિત સૂરી અને એકતા કપૂર હાલ ફિલ્મ એક વિલેનનો બીજો ભાગ બનાવી રહ્યા છે. મોહિતના અને આદિત્ય રોય કપૂરે ઘણી ફિલ્મો સાથે કરી છે, પરંતુ આદિત્યએ આ ફિલ્મમાં કામ કરવાનો ઇનકાર કરીને સહુને ચોંકાવી દીધા છે. આદિત્યએ આ ફિલ્મ છોડતા અર્જુન કપૂરને મળી હોવાના સમાચાર છે.
ત્યારબાદ એક વિલને ટુ (Ek Villain 2) ફિલ્મમાં અર્જુન કપૂરની એન્ટ્રી થઇ ગઇ છે. તે આ ફિલ્મમાં જોન અબ્રાહમ સાથે ટક્કર લેતો જોવા મળશે. અર્જુન કપૂરની ફિલ્મો બોક્સ ઓફિસ પર વધારે ચાલી શકી નથી. જેથી હાલ અર્જુન કપૂરને ફિલ્મોની સખત જરૂર છે.
એક વિલેન ફિલ્મ 2014માં રિલીઝ થઇ હતી જેમાં રિતેશ દેશમુખ, શ્રદ્ધા કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ હતા. હવે એક વિલેન ટુ (Ek Villain 2)માં જોન અબ્રાહમ, અર્જુન કપૂર, દિશા પટાણી અને તારા સુતરિયા જોવા મળશે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.