Home ગાંધીનગર આ શહેરમાં દારૂની મહેફિલ માણી રહેલી 9 યુવતીઓ સહિત 13ની ધરપકડ

આ શહેરમાં દારૂની મહેફિલ માણી રહેલી 9 યુવતીઓ સહિત 13ની ધરપકડ

swagat afford news

ગાંધીનગર શહેરમા (Gandhinagar)દારૂની મહેફિલ માણતા નબીરા અને યુવતીઓ મળીને કુલ 13 લોકોને ઈન્ફોસિટી પોલીસે (Infocity Police) પકડી પાડ્યા છે. શહેરના સરગાસણ સ્વાગત એફોર્ડ સોસાયટીના ફ્લેટ નંબર એક્સ-501માં દારૂની પાર્ટી ચાલી રહી હતી. જ્યાં દારૂની મહેફિલ માણી રહેલામાં 9 યુવતી અને 4 યુવકો મળીની ધરપકડ કરવામાં આવી હતી.

  • જોર જોરથી સ્પીકર વગાડી રહ્યા હતા

ઈન્ફોસિટી પોલીસને મળેલી માહિતીના આધારે સરગાસણ સ્વાગત એફોર્ડ સોસાયટીના ફ્લેટ નંબર એક્સ-501માંથી દારૂની પાર્ટી ઝડપી પાડી હતી. પોલીસે ત્યાં પહોંચીને દારૂ પાર્ટી કરી રહેલા યુવક અને યુવતીઓને પકડી પાડ્યા હતા. પોલીસને ફરિયાદ મળી હતી કે, સ્વાગત એફોર્ડમાં ફ્લેટ નં-501માં છોકરા અને છોકરીઓ ભેગા મળીને જોર જોરથી સ્પીકર વગાડી રહ્યા છે. જેના કારણે પોલીસ ત્યાં પહોંચી હતી.

  • દારૂની બોટલો પણ કબજે કરી

પોલીસે તપાસ કરતા ફ્લેટમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, પોલીસે નવ યુવતીઓ અને ચાર નબીરાને પકડી લીધા હતા. આ ઉપરાંત પોલીસે દારૂની બે બોટલ પણ કબ્જે કરી હતી. આ તમામ યુવક યુવતીઓ કોલેજના વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યુ છે. તેઓ હોસ્ટેલમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે.

  • તેમની પાસેથી કોઈ ડ્રગ્સ મળ્યું નથી

આ ઉપરાંત જણાવ્યું હતું કે, નબીરાઓ અને યુવતીઓ સામે દારૂ પાર્ટીનો ગુનો નોંધવામાં આવ્યો છે. તેમની પાસેથી કોઈ ડ્રગ્સ મળ્યું નથી. તમામ લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.

Exit mobile version