અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે, ઈન્દિરા ગાંધીની જેમ તેમની પણ એક દિવસ હત્યા કરી દેવામાં આવશે. કેજરીવાલે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી તેમની હત્યા કરાવી શકે છે. કેજરીવાલે કહ્યું કે, 70 વર્ષોમાં ક્યારેય પણ કોઈ રાજ્યના મુખ્યમંત્રી પર પાંચ વખત હુમલો નથી થયો. પંજાબમાં લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરતાં સમયે કેજરીવાલે એક ઈન્ટરવ્યુમાં આ વાત કરી હતી. સીએમ પદ પર રહેતાં કેજરીવાલ પર પાંચ વખત હુમલો થઈ ચૂક્યો છે.

તમને જણાવી દઈએ કે દિલ્હીમાં ચૂંટણી પ્રચાર સમયે કેજરીવાલને એક યુવકે લાફો માર્યો હોવાની ઘટના સામે આવી હતી. કેજરીવાલે કહ્યું કે, આમ કરીને બીજેપી કહેશે કે, તે આમ આદમીનો કાર્યકર્તા હતો, અને કેજરીવાલથી નારાજ હતો. તો શું કોઈ કાર્યકર્તા નારાજ હોય તો તે મને મારી શકે છે? બીજેપીનો કોઈ કાર્યકર્તા મોદીજીથી નારાજી હોય તો તે તેમને મારી શકે છે. એક દિવસ મારું મર્ડર કરાવી નાખશે. અને પછી કહેશે, કેજરીવાલનો કોઈ કાર્યકર્તા હતો, નારાજ હતો, મર્ડર કરી દીધું.

તમને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલે સવાલ ઉઠાવ્યો કે, હુમલા કેમ થઈ રહ્યા છે? આ સવાલનો જવાબ આપતાં તેઓએ કહ્યું કે, આ હુમલા કેમ થઈ રહ્યા છે, મારી શું ભૂલ છે, મેં શું ખોટું કર્યું છે, મને કોઈ કેમ મારશે. બીજેપીનું નામ લેતાં કેજરીવાલે કહ્યું કે, રાજનીતિક પક્ષ તેમની પર હુમલા કરાવી રહ્યું છે. કેજરીવાલે કહ્યું કે, હું તો લોકોનાં બાળકોને ભણાવી રહ્યું છું, સ્કૂલ મોકલી રહ્યું છે, સારવાર કરાવી રહ્યો છું, હું ધર્મ અને પુણ્યનું કામ કરી રહ્યો છું. અને તે જ કારણ છે કે આ પાર્ટી મારા પર હુમલો કરાવી રહી છે. પહેલાં તો એ લોકોએ એક પેટર્ન બનાવી દીધી છે. એક બાદ એક નાના હુમલા કરાવી રહી છે. મને પાક્કો વિશ્વાસ છે કે એક દિવસ બીજેપીવાળા મને ખતમ કરી દેશે. મારી હત્યા કરાવી દેશે.

વધુમાં કેજરીવાલે કહ્યું કે, હું એકલો એવો મુખ્યમંત્રી છું, મારી સિક્યોરિટી મારા જ કબ્જામાં નથી. જે આગળ પાછળ ફરી રહ્યા છે, તે તમામ લોકો બીજેપીને રિપોર્ટ કરે છે. મારા પીએસઓ પણ ભાજપને રિપોર્ટ કરે છે. ક્યાંક ઈન્દિરા ગાંધીની જેમ ભાજપવાળા મારા પીએસઓથી મને ખતમ કરાવી દેશે. મારી લાઈફ બે મિનિટની અંદર ખતમ થઈ જશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.