- રવિ મોહન સૈની 2001માં જુનિયર KBCમાં 14 વર્ષની ઉંમરે 1 કરોડ જીત્યા હતા.
- રવિ મોહન સૈનીની બદલી પોરબંદરના SP તરીકે કરવામાં આવી છે. જે રાજકોટ ઝોન-1માં ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસની ફરજ બજાવતા હતા.
- આજે તેમની ઉંમર 33 વર્ષની છે. અને પોરંબદરના SP તરીકે પોતાનું પદ સંભાળ્યું છે.
- રવિ મોહન સૈનીએ 2014માં UPSCની પરીક્ષા પાસ કરી ગુજરાત કેડરના IPS અધિકારી બન્યા હતા.
- રવિ મોહન સૈની રાજસ્થાનના અલવરના વતની છે. તેમના પિતા પણ ઇન્ડિયન નેવીમાંથી નિવૃત્ત થયા હતા.
- રવિ મોહન સૈનીએ MBBS સુધી અભ્યાસ કર્યો આ સમય દરમિયા તેમણે UPSCની પરીક્ષા પાસ કરી હતી.
- તેમણે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમની નેવલ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો.
- દસમા ધોરણમાં હતા ત્યારે રવિ રવિ મોહન સૈનીએ પહેલીવાર જુનિયર KBC ભાગ લીધો હતો.
- જેમાં રવિ રવિ મોહન સૈનીએ તમામ 15 પ્રશ્નોના સાચા જવાબો આપી રૂ .1 કરોડની મોટી રકમ જીતી હતી.
- રવિ મોહન સૈની મહાત્મા ગાંધી મેડિકલ કોલેજ જયપુરથી MBBS કર્યું હતું.
- રવિએ જણાવ્યું હતું કે, જ્યારે હું MBBS કર્યા પછી ઇન્ટરશીપ કરતો હતો ત્યારે મેં UPSCની પરીક્ષા પાસ કરી હતી. મારા પિતા ઇન્ડિયન નેવીમાં હતા અને તેમની પાસેથી પ્રેરણા લઇને મેં પણ પોલીસ દળની પસંદગી કરી હતી.
- પોતાના પોસ્ટિંગ માટે સૈનીએ કહ્યું મારી પ્રાથમિકતા કોવિડ 19 મહામારીને જોતા પોરબંદરમાં લોકડાઉન લાગુ રહે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાયેલી રહે તે જોવાની રહેશે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News