માઉન્ટ આબુમાં લોકો ઠુંઠવાયા, તાપમાનનો પારો ગગડીને -2° ડિગ્રી પહોંચ્યો

પોસ્ટ કેવી લાગી?

બે દિવસ માટે ફરવા જવાની વાત આવે તો ગુજરાતીઓની યાદીમાં સૌથી પહેલા સાપુતારા અથવા માઉન્ટ આબુનું નામ હોય. રાજસ્થાનમાં સ્થિત હિલ સ્ટેશન માઉન્ટ આબુ ગુજરાતીઓમાં ઘણું લોકપ્રિય છે. પરંતુ શિયાળાની સીઝનમાં અહીં ઠંડીનો ભારે ચમકારો જોવા મળે છે. ઘણીવાર તો માઉન્ટ આબુનું પ્રખ્યાત નકી લેક (Nakki Lake) બરફથી થીજી જતું હોય છે. પાછલા બે દિવસથી ગુજરાતમાં ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે અને પ્રમાણમાં ઠંડી વધી છે, ત્યારે રાજસ્થનના માઉન્ટ આબુમાં પણ તાપમાનનો પારો ગગડીને માઈનસ બે ડિગ્રી થઈ ગયો છે.

આ પહેલીવાર એવુ બન્યું છે કે જાન્યુઆરીમાં શહેરનું તાપમાન માઈનસ 2 ડિગ્રી થઈ ગયુ હોય. આટલુ જ નહીં, ગુરુ શિખરનું લઘુત્તમ તાપમાન માઈનસ ચાર ડિગ્રી નોંધાયુ છે. પાછલા ચાર દિવસથી અહીં વાદળછાયું વાતાવરણ હતું અને કમોસમી વરસાદ પણ વરસી રહ્યો હતો. વાતાવરણ સ્વચ્છ થયું તો શનિવારે સાંજથી તાપમાન ઘટવાની શરુઆત થઈ ગઈ હતી. રવિવારના રોજ ઠંડી વધવાની શક્યતા આણ પણ વ્યક્ત કરવામાં આવી હતી.

રવિવારની સવારે તાપમાન માઈનસમાં થઈ જવાને કારણે લોકો ઠંડીને કારણે ઠુંઠવાઈ ગયા હતા. કાતિલ ઠંડીથી બચવા માટે લોકોએ તાપણાનો સહારો લેવો પડ્યો હતો. મોટાભાગના લોકોએ ઘરમાં જ રહીને દિવસ પસાર કર્યો હતો. રવિવાર હોવાને કારણે લોકોએ અન્ય કામ માટે પણ બહાર જવાનું ટાળ્યુ હતું. તાપમાન એટલુ બધું ઘટી ગયુ હતું કે અહીંના મેદાન વાળા વિસ્તારો અને વાહનો પર પણ બરફ જામી ગયો હતો. બગીચાઓમાં પણ બરફ જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના પણ મોટાભાગના શહેરોમાં ઠંડી પડી રહી છે. અમદાવાદ, ગાંધીનગર, પાટણ, ડીસા, વડોદરા, નલિયા, સુરત, ભાવનગર, અમરેલી, પોરબંદર, રાજકોટ, વેરાટવળ, દક્ષિણ ગુજરાત, સુરેન્દ્રનગર વગેરે સ્થળોએ લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. દેશના ઉત્તર ભારતના પહાડી વિસ્તારો જેમ કે કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં પણ હિમવર્ષા થઈ રહી છે. શ્રીનગર, સોપોર, શિમલા, મનાલી, બદ્રીનાથ વગેરે સ્થળોએ હિમવર્ષા થઈ રહી છે.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures