પાટણ SP કચેરીમાં પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ

પોસ્ટ કેવી લાગી?
  • સામૂહિક આત્મહત્યાની કોશિષ કરનાર એક જ પરિવારના પાંચેય સભ્યો ને તાત્કાલિક સારવાર અર્થે ધારપુર હોસ્પિટલ ખસેડાયા.
  • બનાવના પગલે જિલ્લા પોલીસ વડાએ ધારપુર હોસ્પિટલ પહોંચી સધળી હકીકત જાણી.
  • એક જ પરિવારના સભ્યોની સામૂહિક આત્મહત્યાની કોશિષ નાં પગલે સનસનાટી મચી.

પાટણ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે કાર્યરત મહિલા પોલીસ સ્ટેશનની બહાર સોમવારના રોજ એક પિતાએ પોતાના ચાર સંતાનો સાથે ઝેરી દવા ગટગટાવી સામુહિક આત્મહત્યાનો પ્રયાસ કરતા ખળભળાટ મચ્યો છે. આત્મહત્યાનો પ્રયાસ કરનાર શખ્સે પોતાની પત્ની ગુમ થઈ હોવાની ફરિયાદ હારીજ પોલીસ મથકે નોંધાવી હોય જેની આજ દિન સુધી કોઈ ભાળ ન મળતા તેના વિયોગમાં જ જિલ્લા પોલીસ વડા ની કચેરી નાં કેમ્પસમાં જ આ પગલું ભર્યાની આશંકા સેવવામા આવી રહી છે. ત્યારે સામૂહિક આત્મહત્યાની કોશિષ કરનાર ચાર સંતાનો સહિત પિતાને હાલ ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવ્યા છે.

આ બાબતે પોલીસ દ્વારા મળતી હકીકત મુજબ હારીજ તાલુકાના ખાખલ ગામના રહેવાસી રેવાભાઈ છનાભાઈ પરમારના પત્ની આશાબહેન અને તેની સાત વર્ષની પુત્રી જાનકી ને લઈ એક વર્ષ પહેલા કમલેશ ગોસ્વામી નામના શખ્સ સાથે ભાગી ગયા હતા. જે અંગે 13 ઓકટોબર 2021ના રોજ રેવાભાઈ દ્વારા હારીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામા આવી હતી. તેમ છતાં તેની પત્નીનો કોઈ પત્તો ના લાગતા આજે તેઓ પોતાની ત્રણ પુત્રી અને એક પુત્ર સાથે પાટણ જિલ્લા પોલીસ વડા ની કચેરી ખાતે રજૂઆત માટે આવ્યા હતા.

પાટણ એસપી કચેરી સંકુલમાં રજૂઆત માટે આવેલા રેવાભાઈએ કોઈ કારણોસર પોતાના ચારેય સંતાનો સાથે ઝેરી દવા પી લેતા જિલ્લા પોલીસ વડા ની કચેરી કેમ્પસમાં દોડધામ મચી હતી. અને સામૂહિક આત્મહત્યાની કોશિષ કરનાર એક જ પરિવારના પાંચેયને ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવ્યા છે.

ચાર સંતાનો અને પિતાએ સામુહિક આત્મહત્યાનો પ્રયાસ કરતાં મામલો ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો હતો તો પાટણ એસપી કચેરી સંકુલમાં રજૂઆત માટે આવેલા રેવાભાઈએ કોઈ કારણોસર અહીં જ પોતે અને પોતાની 17 વર્ષીય પુત્રી નિશા, 15 વર્ષીય પુત્રી ભૂમિ, 12 વર્ષીય પુત્રી ભાનું અને 16 વર્ષીય પુત્ર પુનાભાઈ સાથે ઝેરી પી લેતા ચારેય સંતાનો અને પિતાને ગંભીર હાલતમાં ધારપુર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવ્યા છે. તો એક જ પરિવારના પાંચ સભ્યોએ સામૂહિક આત્મહત્યાની કોશિષ નાં બનાવને પગલે ધારપુર ખાતે લોકો નાં ટોળા ઉમટી પડ્યા હતા.

બનાવના પગલે પાટણ એસપી ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને સધળી હકીકત જાણી હતી.પાટણ એસપી કચેરી સંકુલમાં જ સામુહિક આત્મહત્યાના પ્રયાસની ઘટના બનતા ખળભળાટ મચ્યો છે. પોલીસ ફરિયાદ બાદ પણ પોતાની પત્ની મળી આવતી ના હોવાના કારણે જ આ બનાવ બન્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલાની તપાસ માટે ખુદ એસપી ધારપુર સિવિલ દોડી ગયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures