બનાસકાંઠા : કાંકરેજના TDO ની ચેમ્બર આગળ અરજદારનો આત્મ વિલોપનનો પ્રયાસ.

કાંકરેજ તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બર આગળ જ અરજદારનો આત્મ વિલોપનનો પ્રયાસ કરાતાં ચકચાર મચી જવા પામી હતી.

શિરવાડા ગ્રામ પંચાયતમાં થયેલ ભ્રષ્ટાચાર બાબતે અરજદારે અરજી આપી હતી. ત્યારે પંચાયત દવારા તપાસમાં સંતોષ કારક માહિતી ન આપતાં અરજદારે શરીરે પેટ્રોલ છાંટી આત્મ વિલોપનની કોશિષ કરી હતી. આત્મ વિલોપન કરનાર અરજદાર કનુભાઈની શિહોરી અને થરા પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આમ કાંકરેજ તાલુકા પંચાયત દવારા શિરવાડા ગ્રામ પંચાયતમાં થયેલા કથિત ભ્રષ્ટાચારને છુપાવી અરજદારને સાચી માહિતી ન અપાતાં અરજદારે કંટાળીને આત્મ વિલોપનની કોશિષ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here