- અયોધ્યા ના રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટ શનિવારે ચુકાદો આપશે. સવારે 10.30 કલાકે ચુકાદો આવી શકે છે.
- સુરક્ષાના ભાગરૂપે ગુજરાત પોલીસે તમામ પોલીસ કર્મચારીઓની રજાઓ રદ કરી છે. એટલું જ નહીં તમામ પોલીસ કર્માચરીઓએ હેડક્વાર્ટર ન છોડવા માટે આદેશ કર્યો છે.
- આ ચુકાદાને ધ્યાનમાં રાખી ઉત્તર પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.
- પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આવતી કાલ શનિવારે રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિવાદ ઉપર સુપ્રીમ કોર્ટ ચુકાદો આપવા જઈ રહી છે જેના પગલે ગુજરાત પોલીસના તમામ કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે અને તમામ પોલીસ કર્મચારીઓને પોતાનું હેડક્વાર્ટર ન છોડાવ આદેશ પણ કર્યો છે.
- દેશનો મહત્વનો ચુકાદો આવવાનો છે જેના પગલે કોઈ કોમી હિંસા ન ભડકે અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
- યોગી આદિત્યનાથે આદેશ કર્યો કે રાજ્ય સ્તરે એક કંટ્રોલ રૂમ તેમજ દરેક જિલ્લામાં એક-એક કંટ્રોલ રૂમ તાત્કાલિક ધોરણે ઊભા કરવામાં આવે. આ કંટ્રોલ રૂમ 24 કલાક કામ કરશે. મુખ્યમંત્રીએ કોઈ પણ ઇમરજન્સી સ્થિતિમાં લખનઉ અને અયોધ્યામાં એક-એક હેલિકોપ્ટરની તાત્કાલિક વ્યવસ્થા કરવાનો આદેશ કર્યો છે.
- સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખીને દરેક જિલ્લામાં અસ્થાયી જેલ બનાવવાની તૈયારી ચાલી રહી છે. અયોધ્યા જિલ્લાની આસપાસના જિલ્લાઓમાં સૌથી વધારે જેલો બનાવવામાં આવશે.
- આ માટે સ્કૂલોની પસંદગી કરવામાં આવી છે. આંબેડકરનગરમાં આઠ અસ્થાયી જેલ બનાવવામાં આવી છે. અયોધ્યા અને તેની આસપાસના વિસ્તારોમાં સુરક્ષાદળોની ઓછામાં ઓછી 50 કંપની તહેનાત કરી દેવામાં આવી છે.
- રાજ્યના અન્ય જિલ્લાઓમાં સુરક્ષાદળોની 70 કંપનીઓ તહેનાત છે.
- ચુકાદાને ધ્યાનમાં રાખીને પ્રદેશના એડીજી અભિયોજન આશુતોષ પાંડેએ અયોધ્યા પહોંચીને કમાન સંભાળી છે.
- અયોધ્યાના સુરક્ષામાં સિવિલ પોલીસ ઉપરાંત પીએસી, આરપીએફને પણ તહેનાત કરાઈ છે. આ ઉપરાંત એટીએસ પણ અયોધ્યા પર નજર રાખી રહી છે.
- જાસૂસી એજન્સીઓને પણ સતર્ક કરી દેવામાં આવી છે.
- અયોધ્યા પર ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.