સામાન્ય બાબતો :
- આખા દિવસમાં વધારે ને વધારે ગરમ પાણી પીવું.
- ઓછામાં ઓછા 30 મિનિટ માટે વિવિધ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનનો દૈનિક અભ્યાસ કરવો જોઈએ.
- હળદર, જીરૂ, ધાણા અને લસણનો રસોઈમાં ઉપયોગ કરવો.
આયુર્વેદિક ઉપચાર :
- સવારે એક ચમચી ચ્યવનપ્રાશ લેવો જોઈએ.
- તુલસી, કાળા મરી, તજ, સૂંઠ અને કાળી દ્રાક્ષમાંથી બનાવેલ ઉકાળો પીવો. જેમાં ગોળ પણ ઉમેરી શકાય.
- અડધી ચમચી હળદર ગરમ દૂધમાં મિક્ષ કરી દિવસમાં એક કે બે વાર સેવન કરવું.
- સવાર અને સાંજ ૧ ચમચી તલ અથવા નારિયેલનું તેલ મોંમાં લઈ બે થી ત્રણ મિનિટ રાખવું અને કોગળા દ્વારા કાઢી નાંખવું.
- દિવસમાં એક કે બે વાર ગરમ પાણીના કોગળા કરવા.
- સુકી ઉધરસ/ગળામાં બળતરા થતી હોય ત્યારે તાજા ફુદીનાના પાંદડા અથવા અજમાના ગરમ પાણીની વરાળનો નાસ લેવો.
- અથવા દિવસમાં એક વખત લવિંગ પાવડર સાકર અથવા મધ સાથે મિક્ષ કરી લઇ શકાય છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News