- યુવાનો નશાકારક વસ્તુઓથી દૂર રહી દેશ ને વિશ્વ ગુરૂ બનાવવા પોતાનું યોગદાન આપે : સુશિલકુમાર..
નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પાટણ ની ડૉ. ઈન્દુદયાલ મેશરી કોલેજ ઓફ સાયન્સ & ટેકનોલોજી ખાતે ‘વ્યસન નિષેધ’ કાર્યક્રમનું ગુરૂવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું.
નશાબંધી અને આબકારી નિયામક સુનિલકુમારના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં વકતૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નશાબંધી અને આબકારી નિયામક સુનિલકુમારે કોલેજના યુવાનોને નશાકારક પદાર્થોથી દૂર રહેવા તથા દેશને વિશ્વગુરુ બનાવવા માટે પોતાનું સર્વશ્રેષ્ઠ યોગદાન આપવા અપીલ કરી હતી.
વ્યસન નિષેધ વિષય પર યોજાયેલી વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
કૉલેજના પ્રિન્સીપાલ એચ.કે.પરમારે નશાબંધી સમાજને નશામુક્ત કરવા વ્યસનથી થતાં નુકશાન અંગે અવગત કરાવી ઉત્કૃષ્ટ સમાજના નિર્માણમાં યોગદાન આપવા માટે વિદ્યાર્થીઓને અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં નશાબંધી અને આબકારી અધિક્ષક એસ.કે.દવે, એમ.એન.સાયન્સ કોલેજના પ્રિન્સીપાલ ડૉ. પી.જે.વ્યાસ તથા સાયન્સ કોલેજના પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા.