લોકો પોતાના દિવસની શરૂઆત ચા પી ને કરે છે કારણ કે ચા વગર તેમની ઉંધ નથી ખુલતી. આમ તો ચા પીવી આરોગ્ય માટે હાનિકારક નથી. પણ ગરમ ગરમ ચા પીવી આરોગ્ય માટે ખતરનાક હોઈ શકે છે. એક શોધ મુજબ જાણવા મળ્યુ છે કે વધુ ગરમ ચા પીવી આરોગ્ય માટે નુકસાનદાયક હોઈ શકે છે. આવુ કરવાથી તમે કોઈ ગંભીર બીમારીનો શિકાર થઈ શકો છો.
અમેરિકામાં થયેલ શોધ મુજબ ગરમ ચા પીવાથી ગળાનુ કેંસર થવાનો ખતરો અનેકગણો વધી જાય છે. ગરમ ચા પીવાથી ટિશ્યૂઝને નુકશાન થાય છે. જેને કારણે કેંસર જેવી બીમારી થાય છે. જો તમને ગરમા ગરમ ચા પીવાની ટેવ છે તો તેને છોડી દો. સારુ રહેશે કે તમે ચા ને ઠંડી કઈને પીવો. ઈરાનમાં ચા ખૂબ વધુ પીવામાં આવે છે. ત્યાના લોકો ડ્રગ્સનો ઉપયોગ નથી કરતા છતા પણ ત્યાના લોકોમાં કેંસરની સમસ્યા વધુ જોવા મળે છે.