ભારતમાં અત્યારના સમયે અમુક લોકોનું જોવાં જ મોબાઈલ થયું ગયું છે ત્યારે જીઓ(JIO) તરફથી આવ્યા માઠા સમાચાર.
મોબાઈલ ફોનનો ડેટા માટે વધારે પૈસા ચૂકવવા પડી શકે છે..
ટ્રાઈ એક ફ્લો પ્રાઈસિંગ લાવવાની તૈયારી કરી રહ્યું છે. રિલાયન્સ જિયોએ ટ્રાઈને ફ્લોર પ્રાઈસ વધારવાની ભલામણ કરી છે. આ કંપનીએ કહ્યું છે કે, શરૂઆતમાં ડેટા માટે 15 રૂપિયા પ્રતિ જીબી ફિક્સ કરવા જોઈએ.
રિલાયન્સે જિયોએ ટ્રાઈને એવી પણ સલાહ આપી છે કે 8-9 મહિના પછી આ કિંમત વધારીને 20 રૂપિયા કરી દેવી જોઈએ.
અત્યાર ના સમયે જિયોએ જણાવ્યું હતુ કે, ભારતીય ગ્રાહકો કિંમતને લઈને વધુ સેન્સિટિવ છે ત્યારે કોઈ-પણ પ્લાન એક જ વારમાં વધારી દેવો યોગ્ય નથી. અમુક સમયાંતરે જ વધારવો યોગ્ય રહેશે.
અત્યારે ટેલિકોમ કંપનીએ સરકારને હજારો કરોડ રૂપિયા ચૂકવવાના છે અને આ જ કારણથી વોડાફોન આઈડિયા જેવી કંપનીઓ સર્વાઈવલ સામે ઝઝૂમી રહી છે. ટ્રાઈ એક કંસ્લટેશન પેપર પર કામ કરી રહ્યું છે. જેથી તેને રિવાઈવ કરી શકાય. ફ્લોર પ્રાઈસિંગમાં ડેટા માટે એક બેસ પ્રાઈસ નક્કી કરવામાં આવશે.
હાલમાં જ વોડાફોન આઈડિયાએ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમને એક લેટર લખ્યો છે. કંપનીએ જણાવ્યું છે કે, 1 જીબી ડેટાનો મિનિમમ પ્રાઈસ 35 રૂપિયા કરી દેવો જોઈએ. અત્યારે 1 જીબી ડેટા માત્ર 4થી 5 રૂપિયા આપવા પડે છે. હવે વોડાફોન અને રિલાયન્સ જિયો બંને કંપની આ ફ્લો પ્રાઈસિંગ માટે ડેટાની કિંમતોમાં વધારો કરવાની ભલામણ કરી રહી છે. જેથી આવનારા સમયમાં નક્કી કોઈ નિર્ણય લેવાશે.
શોર્ટ સમયમાં ડેટાનો રેટ તો વધવાનો જ છે. જેનાથી રિચાર્જ પ્લાન વધુ મોંઘા થશે. જોકે, હજી સુધી નક્કી થયું નથી. પરંતુ ટૂંક જ સમયમાં થઇ જશે.