દેવસેના ટીમના એક ક્રિકેટર પર દિલ હાર ચુકી છે..સાઉથ ઇન્ડિયન ફિલ્મ ‘બાહુબલી’ થી સમગ્ર દેશમાં ફેમસ થઇ ગયેલી દક્ષિણ ભારતીય અભિનેત્રી અનુષ્કા શેટ્ટીના લગ્નને લઇને ફરીથી ચર્ચા ચાલી રહી છે. ત્યારે તેમાં ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બાહુબલીની દેવસેના ઇન્ડિયન ક્રિકેટ ટીમના એક ક્રિકેટર પર દિલ હાર ચુકી છે. બંને એક બીજાને ડેટ કરી રહ્યા છે. આટલું જ નહીં જલ્દીથી બંને લગ્ન કરવા જઇ રહ્યા છે.
અનુષ્કા શેટ્ટીના અફેરના સમાચારમાં સૌથી મોટી વાત એ કે ઇન્ડિયન ક્રિકેટ ટીમના જે પ્લેયર પર એનું દિલ આવ્યું છે એ સાઉથ ઇન્ડિયાનો નથી. પરંતુ અનુષ્કા શેટ્ટી એક ઉત્તર ભારતથી આવનાર ક્રિકેટરની સાથે ઘર વસાવવાનું વિચારી રહી છે.
અનુષ્કાની વાત કરીએ તો હાલ એ પોતાની અપકમિંગ ફિલ્મને લઇને ખૂબ જ વ્યસ્ત છે. અનુષ્કા જલ્દીથી ‘નિશબ્ધમ’માં નજરે આવવાની છે.
આ સમગ્ર ઘટના પરથી ઉલ્લેખનીય છે કે બાહુબલી બાદ સતત એવા સમાચાર આવી રહ્યા હતા કે અનુષ્કા શેટ્ટી અને પ્રભાસ એકબીજાને ડેટ કરી રહ્યા છે. એટલે સુધી કે બંને લગ્ન પણ કરવાના છે. ત્યારબાદથી એવું સ્પષ્ટ થઇ ગયુ હતું કે પ્રભાસ અને અનુષ્કાની વચ્ચે કંઇ ચાલી રહ્યું નથી.