Bajaj Auto એ લોન્ચ કરી Platina 100KS BIKE, જાણો ફીચર્સ

પોસ્ટ કેવી લાગી?

Platina 100KS

બજાજ ઓટો (Bajaj Auto)એ તાજેતરમાં જ પોતાની નવી મોટરસાઇકલ Platina 100 Kick Startને લોન્ચ કરી છે. તેની એક્સ-શો રૂમ કિંમત 51,667 રૂપિયા રાખવામાં આવી છે. આ મોટરસાઇકલ કોકટેલ વાઇન રેડ અને સિલ્વર ડેકલ્સ સાથે એબોની બ્લેકમાં ઉપલબ્ધ છે. 

આ નવી મોટરસાઇકલ (Platina 100KS) ની મેન હેડલેમ્પ પર એલઇડી ડીઆરએલ આપવામાં આવ્યું છે, તેમાં પ્રોટેક્ટિવ ટેંક પેડ, નવા ઇંડીકેટર્સ અને મિરર સાથે જ એકદમ આરામદાયક પહોળા રબર ફૂટપેગ્સ આપવામાં આવ્યા છે. 

પ્લેટિના કિક સ્ટાર્ટમાં નવા સ્પ્રિંગ-ઓન-સ્પ્રિંગ નાઇટ્રોક્સ સસ્પેંશન આપવામાં આવ્યા છે. કંપનીનો દાવો છે કે તેનાથી લાંબા અંતરની મુસાફરીમાં 15 ટકાનો વધારો થશે. તેનાથી વધુ સુવિધા માટે ગાદીવાળી સીટ અને ટ્યૂબલેસ ટાયર આપવામાં આવ્યા છે.

આ પણ જુઓ : હેડમાસ્ટરે અશ્લીલ વિડિયો દેખાડીને પાંચ બાળા પર દુષ્કર્મ આચર્યું

આ મોટરસાઇકલમાં હેન્ડ ગાર્ડનો એક નવો સેટ આપવામાં આવ્યો છે, જે બાઇક પર સવાર કરનાર બાળકોની રક્ષા કરે છે. આ ઉપરાંત, પ્લેટિના 100 કિક સ્ટાર્ટમાં 102 સીસી સિંગલ સિલિન્ડર એન્જીન લાગેલું છે. આ 7500 આરપીએમ પર 7.9 પીએસનો પાવર અને 5500 આરપીઈમ પર 8.3 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. આ મોટરસાઇકલ 4 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures