દિલીપસિંહ રાજપુત, બનાસકાંઠા : રાજ્યમાં અવારનવાર અકસ્માત (Accident) ની અનેક ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. જેને કારણે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે તો મોતને ભેટતા હોય છે. ત્યારે આવો જ એક ગમખ્વાર અકસ્માત ડીસા-પાલનપુર નેશનલ હાઇવે(Disa-Palanpur National Highway) પરથી સામે આવ્યો છે.
Banaskantha ડીસા પાલનપુર નેશનલ હાઇવે પર ભોયણ ગામના પાટીયા નજીક બાઇક ચાલકને બચાવવા જતા બોલેરો ગાડી પલટી ખાઈ ગઈ હોવાની ઘટના સામે આવી છે. જો કે કાર બાઇકને અડી જતા બાઈક પણ પટકાયુ હતુ.જેમાં બાઇક સવાર અને બોલેરો ચાલકને ઇજા થવા પામી હતી.
ડીસા પાલનપુર નેશનલ હાઇવે પર ભોયણ ગામના પાટીયા પાસે બપોરના સુમારે બાઈક પર સવાર બે લોકો ને બચાવવા જતા પાછળ આવી રહેલી બોલેરો કાર પલટી ખાઈ ગઈ હતી. જો કે કાર પલટી ખાધા પહેલા બાઇકને અડી જતા બાઈક પણ રોડ પર પટકાયુ હતું.જેમાં બાઈક સવાર બે લોકોને ગંભીર ઇજાઓ થઈ હતી જ્યારે બોલેરો ચાલકને પણ સામાન્ય ઇજા થઈ હતી.
જોકે અકસ્માત બાદ બોલેરો ચાલક કાર મૂકી નાસી છૂટયો હતો.બનાવની જાણ થતા નેશનલ હાઇવે ઓથોરિટી ની ટીમ તેમજ ડીસા તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને 108 મોબાઈલ વાન મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી બંને વાહનોને ટોઇંગ કરી ટ્રાફિક ક્લિયર કર્યો હતો.
Types of Insurance
1. General Insurance
The major kind of General Insurance Policies in India are:
- Health Insurance
- Motor Insurance
- Travel Insurance
- Property Insurance
- Commercial Insurance
- Asset Insurance
- Pet Insurance
- Bite-Sized Insurance
2. Life Insurance
The major kind of Life Insurance Policies in India are:
- Term Insurance
- Whole Life Insurance
- Endowment Policy
- Money Back Policy
- Pension Plan
- Unit Linked Insurance Plans
- Child Plans