બનાસકાંઠા: ભારતીય કિસાન સંઘની માંગણીઓ સ્વીકારવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી

bhartiya kisan sangh

ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા સમગ્ર ગુજરાત માં આવેદનપત્રો આપવામાં આવે છે ત્યારે કાંકરેજ તાલુકાના ભારતીય કિસાન સંઘ દ્વારા મહામહિમ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ મહોદય ને લેખિત રજૂઆત રૂપે કાંકરેજ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું.

જેમાં પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. લાલબહાદુર શાસ્ત્રી ની પુણ્યતિથી ના દિવસે ભારતીય કિસાન સંઘના મુખ્ય હેતુ સર્વે માં ખેડૂતોને થતી કનગડત દૂર કરી ને પૂર્વ સ્થિતિ મૂજબ આપવું, સમાન સિંચાઇ દર કરવા, દરેક ગામોમાં પાણી છોડવામાં આવે અને તળાવો ભરવા, રાસાયણિક ખાતર નો ભાવવધારો પરત ખેંચવો, મીટર પ્રથા નાબૂદ કરવી અને સ્વૈચ્છિક અને ફિક્સ ચાર્જ કરવો.

કાંકરેજ માંથી પસાર થતી સુજલામ સુફલામ્ કાચી કેનાલ નું કામ ચાલું રાખવું અને વચ્ચે ના અવરોધો દૂર કરવા.તેમજ ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતો ને પડતી મુશ્કેલીઓ દૂર કરવી. જમીન વિહોણા ખેડૂતોને કાયમી ધોરણે રોજગારી આપવી અને જમીનના ભાવ પુરતા આપવા આવા અન્ય મુદ્દા અંગે રજૂઆત કરી ને આવેદનપત્ર આપ્યું હતું જેમાં ઇફ્કો ખાતર ફાળવવામાં આવે છે.

ત્યારે એક થેલી ખાતર સાથે 240 રૂપિયાની લિકવિડ ની બોટલ આપવામાં આવે છે એ બંધ કરવા અને ખેડૂતો ને પૂરતા પ્રમાણમાં યોગ્ય ભાવે ખાતર ફાળવવામાં આવે તેવી માંગ બુલંદ બની છે અને હવે જો ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ ની આ માંગણીઓ સ્વીકારવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.