આયુર્વેદમાં અને અનેક નેચરલ થેરાપી કે વડીલો દ્વારા પણ કહેવામાં આવ્યુ છે કે તાંબાના વાસણમાં પાણી પીવાથી શરીરને અનેક સ્વાસ્થ્ય લાભ મળે છે.
- તાંબાના વાસણમાં રાખવામાં આવતું પાણી શરીરમાં તાંબાના અભાવને પૂર્ણ કરે છે. આ શરીરને રોગ પેદા કરનાર બેક્ટેરિયાથી રક્ષણ આપે છે. આ ઉપરાંત, ગૌણ રોગમાં તાંબામાં સંગ્રહિત પાણી ખૂબ ફાયદાકારક છે.
- કૉપર પાણી શરીરમાં યુરિક એસિડ ઘટાડે છે, તે સંધિવાથી ઘણી રાહત આપે છે. એનિમિયાવાળા લોકો નિયમિતપણે તામ્રજળ પીવું જોઈએ.
- નિષ્ણાતોના મત પ્રમાણે કોપરની ધાતુના સ્પર્શવાળું પાણી શરીરની થાઈરોઈડ ગ્રંથિને નોર્મલ કરી દે છે અને તેની કાર્યપ્રણાલીને પણ નિયંત્રિત કરે છે. તાંબાના વાસણમાં રાખેલા પાણીને પીવાથી રોગ કાબુમાં આવે છે, બસ શરત એટલી કે પાણી અને સંગ્રહ કરેલું તાંબાનું વાસણ સ્વચ્છ હોવું જોઈએ.
- તાંબાના વાસણનું પાણી પીવાથી શરીરની અંદર રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. જેને સામાન્ય રીતે વાત, કફ અને પિત્ત તરીકે ઓળખવામાં આવે છે. તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી શરીરના આ ત્રણેય દોષોને નિયંત્રિત કરવાની ક્ષમતા વિકસે છે અને ત્રણેય દોષને કારણે જ શરીર રોગિષ્ઠ બને છે.
- કોપરનું પાણી પણ ખાંસી, પિત્તા અને વાતાની સમસ્યાને દૂર કરે છે. પાચન સમસ્યાઓ દૂર કરવા માટે તામ્રજળ શ્રેષ્ઠ ઉપાય છે.
- કોપરની પ્રકૃતિને ઓલિગોડાયનેમિકના (બેક્ટેરીયા પર ધાતુઓના સ્ટરલાઈઝનો પ્રભાવ) તરીકે ઓળખવામાં આવે છે અને તેમાં રાખેલા પાણીના નિયમિત સેવનથી શરીરમાં રહેલાં બેક્ટેરીયાનો સરળતાથી નાશ કરી શકાય છે. તેમાં રાખેલા પાણી પીવાથી ડાયેરીયા અને કમળા જેવા રોગોના કીટાણુઓ મરી જાય છે. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે વાસણમાં સ્વચ્છ પાણી ભરેલું હોવું જોઈએ.
- સાંધાના દુઃખાવા અને વાની તકલીફમાં તાંબાના વાસણમાં રાખેલા પાણીને પીવાથી ઘણો જ ફાયદો થાય છે. તાંબાના વાસણમાં એવા ગુણો છે જે બોડીમાં યુરીક એસિડને ઓછુ કરે છે અને સાંધાની સમસ્યાને દુર કરે છે.
- વધતી ઉંમર કોઈને ગમતી નથી, કારણ કે તેની સાથે અનેક સમસ્યાઓ શરૂ થઈ જાય છે. સ્ત્રી હોય કે પુરૂષો બન્ને ઈચ્છે કે વધતી ઉંમરની નિશાનીઓ છુપાયેલી રહે. ત્યારે તમે પણ જો એવું ઈચ્છતા હોય તો તાંબામાં રાખેલા પાણીને નિયમિત પીઓ. આ પાણી પીવાથી કરચલીઓ, ત્વચાનું ઢીલાપણુ વગેરે દુર થાય છે. આ પ્રકારના પાણીથી મૃત ત્વચા પણ દુર કરે છે અને નવી ત્વચા આવે છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.