માનવતા ગ્રુપ ભાભરને માહિતી મળેલ કે માવસરી પોલીસ સ્ટેશન માં ૩૦મી મે ર૦ર૧ના રોજ એક વ્યક્તિ ફરતો ફરતો ભારત પાકિસ્તાન બોર્ડર વિસ્તાર આજુ બાજુ લીંબડાબેટ તા. વાવ વાળી જગ્યાએ જતો રહેલ અને તે જગ્યાએ સ્થાનિક માણસોએ તે શંકાસ્પદ લાગતા બીએસએફ અને પોલીસ નો સંપર્ક કરતા તે અજાણી વ્યક્તિને ત્યાં થી માવસરી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછ કરતાં તેઓ માનસિક બિમાર હોવાનું જણાઇ આવ્યું હતું અને આ અંગે વધુ તપાસ કરતા ગામ. બરાબરી પોલીસ સ્ટેશન ખંડપર જીલ્લો. નયાગઢ રાજ્ય ઓરિસ્સાનો હોવાનું જાણવા મળ્યું હતું.
તેના પરિવારનો સંપર્ક કરતા કોઈ સંપર્ક થયેલ નથી તો તે વ્યક્તિને હાલમાં શારીરિક રીતે સ્વસ્થ હાલતમાં અને તેના સાચવણી સારું તથા તેના પરિવારનો સંપર્ક કરી તેના ઘરે મોકલવા સારું માનવતા ગ્રુપ ભાભર દ્વારા અપના ઘર આશ્રમ ઉમતા માં મોકલી આપેલ અને ત્યાં થી પરિવાર સાથે મિલન થાય એવા પ્રયાસ કરવામાં આવશે , આમ માનવતા ગ્રુપ ભાભરે ભગીરથ માનવીય કાર્ય કરવામાં આવ્યું હતું.