Big-B એ સુશાંત સિંહના નિધન અંગે ઈમોશનલ થઈને કહ્યું કે…

પોસ્ટ કેવી લાગી?

Big-B

સુશાંતના મોત બાદ બોલિવૂડના દિગ્ગજ લોકોએ તેના વિશે કોઇને કોઇ વાત કરી, સોશ્યલ મિડીયા પર પોસ્ટ મૂકીને દુખ વ્યક્ત કર્યુ અથવા તો જુના કિસ્સા યાદ કરીને ઇમોશનલ થયા પરંતુ Big-B અમિતાભ બચ્ચનની કોઇ પણ પ્રતિક્રિયા આવી નહોતી.

સોમવારે અમિતાભ બચ્ચનનો (Big-B) પોપ્યુલર ક્વિઝ શો કોન બનેગા કરોડપતિની નવી સીઝનની શરૂઆત થઈ. કોરોના વાયરસ મહામારીના કારણે આ શોને લાંબા ગેપ બાદ ઓનએર કરાયો. ‘કોન બનેગા કરોડપતિ 12’નો પહેલો એપિસોડ ઓનએર થતા જ ફેન્સે ધમાકેદાર અંદાઝમાં બિગ બીનું સ્વાગત કર્યુ છે.

આ શોના પહેલા એપિસોડ સંબંધિત અનેક આઈકોનિક મૂવમેન્ટ્સ પણ ફેન્સે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. ‘કોન બનેગા કરોડપતિ’ના પહેલા એપિસોડમાં જે રીતે અમિતાભ બચ્ચને સુશાંત સિંહ રાજપૂતને યાદ કર્યો તેને જોઈને ફરીથી એકવાર લોકોની આંખો ભીની થઈ ગઈ. 

ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટમાં સૌથી પહેલા જવાબ આપીને પહોંચેલી આરતી જગતાપ પહેલી કન્ટેસ્ટન્ટ બની. મધ્ય પ્રદેશથી આવેલી એન્જીનીયરિંગ સ્ટુડન્ટ આરતી 640000 જીતીને ક્વિટ કરી લીધુ હતુ. પહેલા એપિસોડમાં સ્વ.સુશાંત સિંહ રાજપૂત વિશે પણ સવાલો પૂછવામાં આવ્યા હતા. 

આરતી જગતાપને સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ સંબંધિત એક સવાલ પૂછ્યો હતો. સવાલ હતો કે આ ફિલ્મથી કઈ અભિનેત્રીએ પોતાનું ડેબ્યુ કર્યું? ત્યારબાદ બિગ બીએ સુશાંતને યાદ કરતા લાંબા શ્વાસ લીધા અને તેના નિધનને ‘દર્દનાક’ ગણાવ્યું.

Big-B અમિતાભે સુશાંતને જે રીતે યાદ કર્યો તે જોઈને હવે સોશિયલ મીડિયા પર લોકો તેમનો આભાર વ્યક્ત કરી રહ્યા છે અને એમ પણ કહી રહ્યા છે કે કાશ બિગ બીએ સુશાંતને લઈને પહેલા કઈ કહ્યું હોત. બિગબીએ સુશાંતને યાદ કર્યો અને તે ગમગીન થઇ ગયા. અભિનેતાની મોતને તેમણે દર્દનાક ગણાવ્યું હતું. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures