બિસ્કિટ ખજૂર પાક
સામગ્રી:-
500 ગ્રામ બી વગરની સોફ્ટ ખજૂર
એક કપ કોકોનટ પાવડર
એક કપ ઘી જરૂર મુજબ
જરૂર મુજબ મારી બિસ્કિટ્સ
અડધો કપ કાજુ-બદામ અને પિસ્તાની કતરણ
રીત:-
સૌપ્રથમ ખજૂરને સાફ કરીને ઝીણી-ઝીણી સમારી લો. ત્યારબાદ ગેસ પર એક પેન ગરમ કરો અને અંદર 6 ટેબલસ્પૂન ઘી લો. ત્યારબાદ અંદર ખજૂર નાખો અને ખજૂર ઘી સાથે એકરસ થાય ત્યાં સુધી હલાવતા જાઓ અને ચઢવતા જાઓ. ગેસની ફ્લેમ મિડિયમ રાખવી.
ત્યારબાદ અંદર થોડો કોકોનટ પાવડર એડ કરો અને સાથે જ ડ્રાયફ્રૂટ્સની કતરણ પણ એડ કરો અને બધું જ બરાબર મિક્સ કરી દો. આ દરમિયાન ગેસની ફ્લેમ સ્લો કરવી અથવા થોડીવાર માટે બંધ કરી દેવી. ત્યારબાદ આ મિશ્રણને ઠંડુ પડવા દો.
ઠંડુ પડી જાય એટલે એક બિસ્કિટ પર ખજૂરનું લેયર બનાવો અને નીચેથી સીધા તળિયાવાળી વાટલી દબાવી-દબાવીને લેયર સરખુ કરી દો. ત્યારબાદ ઉપર બીજુ એક બિસ્કિટ મૂકો અને બિસ્કિટ પર ફરી એક લેયર બનાવી દો ખજૂરનું.
ત્યારબાદ ઉપર બીજું એક બિસ્કિટ મૂકી દો. ત્યારબાદ ઉપર ખજૂરનું એક લેયર લગાવી કોકોનટ પાવડરથી ગાર્નિશ કરી લો.
તૈયાર છે બિસ્કિટ ખજૂર પાક. લગભગ એક મહિના સુધી નહીં બદલાય તેનો સ્વાદ.