લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ એક બીજા સાથે આરોપ પ્રત્યારોપની રાજનિતી કરી રહી છે. ગાંધી પરિવાર પર હુમલો કરતા ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ સવાલો પૂછ્યા છે. પાત્રાએ આરોપ મૂક્યો હતો કે ગાંધી પરિવારનો કોઈ વ્યવસાય નથી તો પછી કરોડો, અબજો રૂપિયાની સંપત્તિ ક્યાંથી આવી?
ये परिवार कोई काम नहीं करते लेकिन करोड़ों खरबों रुपये कहाँ से आ जाते है, ये ख़ुलासा आज हम करेंगे: श्री @sambitswaraj pic.twitter.com/yv3JIy38mo
— BJP (@BJP4India) March 24, 2019
સંબિત પાત્રાનો આક્ષેપ છે કે, ‘ ગાંધી પરિવારે બ્લેક મનીને વ્હાઇટ મની કરવાનું કામ કર્યુ છે. રાહુલ, પ્રિયંકા, રૉબર્ટ વાડ્રાએ જમીનનો શંકાસ્પદ સોદો કર્યો હતો.
સંબિત પાત્રાનો એવો પણ દાવો છે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પાસે 5 એકરનું ફાર્મ હાઉસ છે, જેનું નામ ઇન્દિરા ફાર્મ હાઉસ છે. ‘
ભાજપના પ્રવકત્તાનો આક્ષેપ છે, ‘6.4 લાખ રૂપિયાના માસિક ભાડે ઇંદિરા ફાર્મ હાઉસ આપવામાં આવ્યું છે. એક બનાવટી કંપણી જેણે ‘NLEL’ ગોટાળો કર્યો તેને રાહુલ, પ્રિયંકાએ પોતાનું ફાર્મ હાઉસ આપ્યું હતું.