#SushantSinghRajput
- Bollywood માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.
- Bollywood એક્ટર સુશાંતસિંહ રાજપૂતે (Sushant Singh Rajput )મુંબઈમાં પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
- મુંબઇમાં બાંદ્રા સ્થિત ઘરમાંથી ગળેફાંસો ખાધેલી હાલતમાં તેમની લાશ મળી છે.
- તેમણે આ અંતિમ પગલું કેમ ભર્યું તે અંગે હજી કોઇ વિગતો સામે આવી નથી.
- આત્મહત્યાનું કારણ હજી સુધી ખબર પડી નથી.
- તેમજ મળેલ માહિતી મુજબ, સુશાંત છેલ્લાં છ મહિનાથી ડિપ્રેશનની સારવાર કરાવતો હતો.
- સુશાંતસિંહ (Sushant Singh Rajput ) Bollywood નાં ઘણાં જ લોકપ્રિય એક્ટર રહ્યા હતા
- (Sushant Singh Rajput ) સુશાંતનો જન્મ પટનામાં 21 જાન્યુઆરી, 1986 થયો હતો.
- (Sushant Singh Rajput ) સુશાંતે અત્યાર સુધી 12 ફિલ્મમાં કામ કર્યું છે, જેમાં ‘પીકે’, ‘ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી’, ‘રાબ્તા’, ‘વેલકમ ટૂ ન્યૂ યોર્ક’, ‘ડ્રાઈવ’ તથા ‘બેચારા’ ફિલ્મ સામેલ છે.
- તેમણે પોતાના કેરિયરની શરૂઆત ટીવી એક્ટર તરીકે કરી હતી.
- હાલ પોલીસે ઘટનાસ્થળે જઇને તપાસ હાથ ધરી છે.
- સુશાંતે સૌથી પહેલા ‘કિસ દેશમે હે મેરા દિલ’ નામની સિરિયલમાં કામ કર્યું હતું.
- ત્યારબાદ તેમને એકતા કપૂરની સિરિયલ ‘પવિત્ર રિશ્તા’થી પ્રસિદ્ધિ મળી હતી.
- જે બાદ તેમની ફિલ્મોની સફર ચાલુ થઇ હતી. તેઓ ફિલ્મ ‘કાઇપો છે’માં લીડ રોલમાં દેખાયો હતો.
- Narendra Modi: આ દિવસે કરશે તમામ મુખ્યમંત્રી સાથે ચર્ચા
- Rajasthan: રૂ.4 કરોડની ઠગાઈ કરનારી ગુજરાતની આ કંપની સામે લોકોએ કરી ફરિયાદ
- ત્યારબાદ તેઓ ‘શુદ્ધ દેશી રોમાંસ’માં વાણી કપૂર અને પરિણીતી ચોપડાની સાથે દેખાયા હતાં.
- તેમની સૌથી વધારે ચર્ચાયેલી ફિલ્મ ‘એમ.એસ ધોની’ છે.
- જેમાં તેમણ ભારતીય ક્રિકેટર ધોનીનો રોલ કર્યો હતો.
- આ તેમની પહેલી ફિલ્મ હતી જેને ૧૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
- જે બાદ તેમની ફિલ્મ ‘સોનચિ઼ડિયા’ અને ‘છિછોરે’ આવી હતી.
- તેમની છેલ્લી ફિલ્મ ‘કેદારનાથ’ હતી જેમાં તેઓ સારા અલી સાથે કામ કર્યું હતું.
- (Sushant Singh Rajput ) સુશાંત પોતાની માતાની ઘણી જ નિકટ હતો.
- જોકે, વર્ષ 2002માં તેમના નિધન બાદ સુશાંત ઘણો જ હતાશ થઈ ગયો હતો.
- સુશાંતે દિલ્હી કોલેજ ઓફ એન્જિનિયરિંગની એન્ટ્રેસ એક્ઝામ વર્ષ 2003માં ઓલ ઈન્ડિયામાં સાતમો રેન્ક મેળવ્યો હતો.
- મિકેનિકલ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી હતો તથા એક્ટિંગ માટે ત્રીજા વર્ષે કોલેજ છોડી દીધી હતી.
- અને આજે તે આ દુનિયા પણ છોડી ને ચાલ્યા ગયા.
- ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ પહેલા પોતાના પૂર્વ મેનેજર દિશાના મોતની ખબર સાંભળી અભિનેતા ભાવૂક થઇ ગયો હતો.
- સુશાંત ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું , આ ખૂબ દુખદ ખબર છે. હું દિશાના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.
- ભગવાન દિશાની આત્માને શાંતિ આપે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News