botad murder case solved

ગઈ તા-૧૬/૦૧/૨૦૨૨ ના રોજ આશરે ૨૦:૦૦ વાગ્યે બોટાદ પોલીસ કંન્ટ્રોલમાં ટેલીફોનીક વર્ધી મળેલ કે “ બોટાદના સેંથળી ગામે રેફડા તરફ જવાના રોડ ઉપર ઘનશ્યામભાઈ બાબુભાઈ ઝુલાસણાનુ તેમની વાડીમાં જવાના રોડ પાસે કોઈ અજાણ્યા ઈસમ/ઈસમો એ મરણ તોલ ઘા મારી ખુન કરી દિધેલ. “ જે વર્ધી કંન્ટ્રોલ રૂમમાંથી બોટાદ પોલીસ સ્ટેશન ખાતે મળતા વર્ધી આધારે જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા તથા તેમની સુચના અનુસાર નાયબ પોલીસ અધિક્ષક બોટાદ વિભાગ રાજદીપસિંહ નકુમ બોટાદ પોલીસ સ્ટેશનના પો.ઈન્સ જે.વી.ચૌધરી તથા તેમની ટીમ તથા એલ.સી.બી.પો.ઈન્સ એ.બી.દેવધા તથા તેમની ટીમ તથા એસ.ઓ.જી.પો.ઈન્સ એચ.આર ગોસ્વામી તથા તેમની ટીમ તાત્કાલીક બનાવવાળી જગ્યાએ પહોંચી ગયેલા અને જીલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પો.ઈન્સ બોટાદ દ્રારા મરણ જનારનુ લાશની ઈન્કવેસ્ટ પંચનામુ ભરી પી.એમ.કરવા માટેની તજવિજ હાથ ધરવામાં આવેલી અને બનાવા સંબંધે મરણજનારના દિકરા રવિન્દ્રભાઈ ઘનશ્યામભાઈ ઝુલાસણા નાઓની ફરિયાદ આઈ.પી.સી.કલમ-૩૦૨ જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ વિ કામે બોટાદ પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલી.

બાદ આ કામે પોલીસ મહાનીરીક્ષક અશોક કુમારના માર્ગદર્શન હેઠળ બોટાદ જીલ્લા પોલીસ વડાએ તપાસનો ધમધમાટ શરૂ કરાવેલ જે મરણ જનાર સાંજે પોતાની વાડીએ ગયેલા અને આશરે સાડા સાતેક વાગ્યે વાડીએજવાના રસ્તા ઉપર તેમની લાશ મળેલી જે મરણ જનારના વાલી વારસોને બનાવ બાબતે કોઈ પર શક વહેમ ન હોય તેમજ કોઈ બનાવને નજરે જોનાર સાહેદ ન હોય આ કેશમાં શરૂઆતમાં કોઈ દિશા મળતી ન હોય જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા અને નાયબ પોલીસ અધિક્ષક રાજદિપસિંહ નકુમની રાહબરી હેઠળ સ્થળ ઉપર જ તપાસ માટે જીલ્લાના ચુંનદા પોલીસ અધિકારી/કર્મચારીઓની કુલ પાંચ ટીમો તથા ટેકનીકલ સર્વેલન્સ ટીમ બનાવી મરણજનારના કુંટુંમ્બી જનો તથા મરણજનાર સાથે સંપર્કમાં હોય તેવા તમામ લોકોની બનાવવાળી રાત્રે જ પુછપરછ કરવામાં આવેલી પરંતુ બનાવ બાબતે કોઈ ફળદાયી હકિકત મળી આવેલ નહિ

જેથી સદર બનાવની હકિકતને શોધી કાઢવા જીલ્લા પોલીસની ટીમો દ્રારા સેંથળી,રેફડા,ચાંચરીયા ગામોમા તથા બનાવવાળી જગ્યાની આસપાસની સીમ વિસ્તારમાં તપાસ અને પુછપરછનો દૌર ચલાવી અંગત વિશ્વાસુ બાતમીદારોને સક્રિય કરવામાં આવેલા જેના આધારે બનાવ સમયે રોડ પરથી પસાર થનાર લોકોની જાણકારી મેળવી તેમની સધન પુછપરછ કરવામાં આવેલ જેમાં બનાવ સમયે હુમલો કરનાર એક જ વ્યકિત હોવાનુ તથા બનાવનો સમય સાંજના આશરે સવા સાત આસપાસનો હોવાનુ તારણ નિકળેલ

બાદ આ કામે અન્ય કોઈ ફળદાઈ હકિકત ન મળતા બનાવ સમયે પસાર થયેલ સાહેદોના વર્ણન પરથી આરોપીના સ્કેચ બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી દરમ્યાન આ કેશ સબબ આશરે ૨૫૦ જેટલા લોકોની સધન પુછ પરછ કરવામાં આવેલી અને જે દરમ્યાન એવી હકિકત બોટાદ એલ.સી.બી.ને હકિકત મળેલી કે બનાવવા દિવસે મરણ જનારની બાજુની વાડી વાળા જંયતિભાઈ ઈશ્વરભાઈ ડાભી(દલવાડી) નાઓ સાંજના લગભગ સાડા છ વાગ્યા સુધી મરણજનારની વાડીના રસ્તા ઉપર વાડ કાપવાનુ કામ કરતા હતા.જેથી સદર જંયતિભાઈ ઈશ્વરભાઈ ડાભીની પોલીસ સ્ટેશન લાવી પ્રાથમીક પુછપરછ કરતા સંતોષ કારક જવાબ મળેલ નહિ જેથી બોટાદ પોલીસની ટીમો દ્રારા ખાનગી રીતે વધુ માહિતી મેળવતા મરણજનારને અને જંયતીભાઈને અંગત મન દુ:ખ હોવાનુ જાણવા મળેલુ જેથી આ જંયતીભાઈની યુક્તિ પ્રયુક્તિ દ્રારા પુછપરછ કરતા પોતે તુટી પડેલા અને મરણજનારની તેમની પત્નિ સાથે આડા સંબધ હોય તેનુ મનમાં વેર રાખી તક જોઈ બનાવવાળા દિવસે મરણજનાર પર જીવ લેણ હુમલો કરી તેનુ મોત નિપજાવ્યા મુજબની હકિકત કબુલ કરેલી

આમ મર્ડરનો અન અનડિડેક્ટ અને દિશા વિહિન ગુનો રેન્જ આઈ.જી.પી. ની સુચના મુજબ અને જીલ્લા પોલીસના વડાના માર્ગદર્શન હેઠળ તથા નાયબ પોલીસ અધિક્ષક રાજદિપસિંહ નકુમ ની રાહબરી નીચે એલ.સી.બી.,એસ.ઓ.જી.અને બોટાદ પોલીસની ટીમે સંયુક્ત રીતે રાત-દિવસ મહેનત કરી મર્ડરનો અનડિટેક ગુનો શોધી કાઢી પ્રંસસનીય કામગીરી કરેલ છે.