ભારતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું

પોસ્ટ કેવી લાગી?

BrahMos missile

પૂર્વ લદાખમાં LAC પર ચીન સાથે હજી પણ તણાવ યથાવત છે. આ સંજોગોમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતે આજે બ્રહ્મોસ મિસાઈલ (BrahMos missile) નું સફળ પરીક્ષણ કર્યુ છે. બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલની રેન્જ મારક ક્ષમતા વધારીને 400 કિમી કરવામાં આવી અને આ મિસાઈલ પરીક્ષણમાં બિલકુલ સફળ નીવડી. DRDOએ આ પરીક્ષણ પોતાના પીજે 10 પ્રોજેક્ટ હેઠળ કર્યું.

આ ટેસ્ટ માટે મિસાઈલને દેશી બૂસ્ટરથી લક્ષ્યાંક પર સાધવામાં આવ્યું. આ બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલના એક્સટેન્ડેડ રેન્જ વર્જનનું બીજુ સફળ પરીક્ષણ છે. 

આ પણ જુઓ : બાબરી કેસમાં અડવાણી,મનોહર જોશી સહિત 32 આરોપીઓ નિર્દોષ જાહેર

પૂર્વ લદાખમાં ચીનની રોજેરોજ નવી પેંતરેબાજી અને ભૂતકાળમાં તેની દગાબાજીને જોતા ભારત યુદ્ધ સુદ્ધાની તૈયારી કરી રહ્યું છે. ચીન તરફથી મળતા કોઈ પણ પ્રકારના પડકારને પહોંચી વળવા માટે રણનીતિ પર ઝડપથી કામ ચાલુ છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures