ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે (C.R.Patil) પ્રદેશની જવાબદારી સંભાળ્યા પછી ઝોનવાઈઝ ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે. સૌરાષ્ટ બાદ હવે તેઓ આગામી 3 સપ્ટેમ્બરથી ઉત્તર ગુજરાતના પ્રવાસએ નીકળશે. સી.આર. પાટીલ (C.R.Patil) શક્તિપીઠ અંબાજી ખાતેથી માં અંબાના દર્શન કરી ઉત્તર ગુજરાતનો પ્રવાસ શરૂ કરવાના છે.
જેના આયોજનને લઈને ગુજરાત ભાજપાના પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલ તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ શંકરભાઇ ચૌધરી આજે અંબાજીની સ્થળ ચકાસણી તેમજ આયોજન અર્થે આવી પહોંચ્યા હતા. જ્યાં સી.આર. પાટીલના અંબાજી દર્શનથી લઇ સભા સ્થળ સુધીના સ્થળોની મુલાકાત કરી પ્રવાસ સફળ બને તેવું આયોજન કરવામાં આવશે.
આ પણ જુઓ : Russia : રશિયામાં એક મહિલાના શરીરમાંથી જીવતો સાપ નીકળ્યો
ઉપરાંત બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સી.આર પાટીલની રક્ત તુલાનું પણ આયોજન કરાયું છે. ઉત્તર ગુજરાતના પ્રસિદ્ધ ઢોલના ધબકારે સી.આર. પાટીલના સ્વાગતની તૈયારીઓ હાથ ધરાઈ હોવાનું પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલે જણાવ્યું હતું.
સરકારની કામગીરી અને સંગઠન સાથેના સંકલનની પરિસ્થિતિ કેવી છે તે ચકાસવા પાટીલ પોતે પ્રવાસ પર નીકળી ગયા છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.