પાટણમાં સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા શહેરના જુદા જુદા ૭ વિસ્તારોમાં ઊભી રહેશે શાકભાજીની લારીઓ.

પાટણ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પાટણ જિલ્લામાં અત્યાર સુધી કુલ ૨૦ કોરોના પોઝિટીવ દર્દીઓ નોંધાયા છે. આ સંખ્યા વધે નહી એ માટે વહિવટી તંત્ર કટિબધ્ધ છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની ખરીદી માટે સવારે ૫ થી બપોરે ૧૨ વાગ્યાનો સમય રાખવામાં આવ્યો છે. ખાસ કરીને શાકભાજીની ખરીદી વખતે પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોની ભીડ એકઠી થાય છે અને સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાતું નથી. જેથી કોરોના સંક્રમણનો ભય રહેલો છે.

આ સમસ્યા નિવારવા માટે જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલની સૂચનાથી પ્રાંત અધિકારીશ્રી પાટણ અને નગરપાલિકાની ટીમ દ્વારા પાટણ શહેરમાં અલગ અલગ ૭ જગ્યાઓ એ લોકડાઉનના સમયગાળા દરમિયાન વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે શાકભાજી માર્કેટ માટે જગ્યાની ફાળવણી કરી છે. જયાં શહેરના શાકભાજી વેચનાર ફેરીયાઓ પોતાની લારી લઇને વેચાણ કરી શકશે. જેમાં શાકભાજી વેચનારાઓ વચ્ચે અને ગ્રાહકો વચ્ચે કોરોના સંક્રમણ અટકે તે
માટે સોશિયલ ડિસ્ટન્સીંગનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે.

આ વ્યવસ્થામાં જુદા જુદા ૭ મેદાનો પર શાકભાજી વેચવાની પ્રક્રિયા થશે અને નાગરિકો પણ પોતાના આજુબાજુના શાકમાર્કેટમાંથી શાકભાજી ખરીદી શકશે. નાગરિકોએ પોતાનું વાહન મેદાનની બહાર પાર્ક કરીને ખરીદી કરવાની રહેશે. લોકડાઉન માટેના તમામ અન્ય નિયમો અહીં લાગુ પડશે. આ માર્કેટમાં નગરપાલિકાના ૧૧ વોર્ડમાં ૨૨ કમિટી બનાવેલી છે. જે સુપરવિઝન કરશે. શહેરમાં અન્ય કોઇપણ જગ્યાએ આ સ્થળો સિવાય શાકભાજી વેચવા પર પ્રતિબંધ રહેશે.

શાકભાજી વેચાણ માટે જે વૈકલ્પિક સાત સ્થળો નક્કી કરાયા છે એમાં ખાડિયા શોપિંગ સેન્ટરની બાજુમાં અને શ્યામા પ્રસાદ મુખર્જી હોલ સામેની જગ્યા તથા પ્રગતિ મેદાનની બાજુની જગ્યા, પદ્મનાભ ચાર રસ્તા પાસે બકુલ પાર્ટી પ્લોટની બાજુની ખુલ્લી જગ્યા, એમ.એન.હાઇસ્કૂલના ખુલ્લા ગ્રાઉન્ડવાળી જગ્યા, પશુપાલન કચેરીની સામેની જગ્યા, પાટણ પાંજરાપોળની ખેતરવાળી જગ્યા, ટી.પી.સ્કીમ નં.૧ ની નગરપાલિકાની જગ્યા, હારીજ રોડ પર ખોડિયાર નગર સોસાયટી બાજુની જગ્યા છે. અહીંથી આસપાસના રહીશો સવારે પાંચ થી બપોરે બાર વાગ્યા સુધી શાકભાજીની ખરીદી કરી શકશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે આ ખરીદી કરતી વખતે ચહેરા પર માસ્ક લગાવવો અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવું ફરજિયાત છે.

PTN NEWS હવે દેશ વિદેશ ના દરેક સમાચાર નિહાળો ગમે ત્યા ગમે તે સમયે.

Youtube Subscribe Now
Click Here – PTN NEWS

Facebook Like Page
Click Here – PTN NEWS

જિલ્લામાં કોવિડ-૧૯ સામે લડવા માટેની તકેદારી રૂપે કરાયો નિર્ણય

સમગ્ર દેશ અને રાજયમાં કોરોના વાયરસનો વધતો વ્યાપ અટકાવવા માટે સરકારી તંત્ર ખડે પગે છે. કોરોના વાયરસને અટકાવવા માટે સરકાર તમામ સ્તરે પુરતાં પ્રયાસો કરી રહી છે. આ સમયે નાગરિકો સલામત રહે અને આ રોગના સકંજામાંથી બચી શકે એ માટે વહીવટીતંત્ર સજાગ છે. આ માટે પાટણ જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલના માર્ગદર્શનથી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી … Read more

ઝવેરી બઝારમાં સોસીયલ ડિસ્ટન્સનો સરેઆમ ભંગ

પાટણ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પાટણ જિલ્લામાં અત્યાર સુધી કુલ ૨૦ કોરોના પોઝિટીવ દર્દીઓ નોંધાયા છે. આ સંખ્યા વધે નહી એ માટે વહિવટી તંત્ર કટિબધ્ધ છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની ખરીદી માટે સવારે ૫ થી બપોરે ૧૨ વાગ્યાનો સમય રાખવામાં આવ્યો છે. ખાસ કરીને શાકભાજીની ખરીદી વખતે પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોની ભીડ એકઠી થાય છે અને સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાતું નથી. જેથી કોરોના સંક્રમણનો ભય રહેલો છે.

PTN NEWS હવે દેશ વિદેશ ના દરેક સમાચાર નિહાળો ગમે ત્યા ગમે તે સમયે.

Youtube Subscribe Now
Click Here – PTN NEWS

Facebook Like Page
Click Here – PTN NEWS

પાટણ જિલ્લામાં વધુ એક કેસ આવ્યો કોરોના પોઝીટીવ.

ચાણસ્મા તાલુકાના ૧૩ અને સરસ્વતી તાલુકાના ૨૪ સહિત જિલ્લામાં કુલ ૯૩ વ્યક્તિઓ ફેસિલિટી ક્વોરન્ટાઈન કરાયા જિલ્લામાંથી અત્યાર સુધીમાં શંકાસ્પદ કોરોના વાયરસના ૪૧૪ સેમ્પલ લેવાયા, ૨૦ પોઝીટીવ, ૩૮૬ના રિપોર્ટ નેગેટીવ, ૦૬ને ડિસ્ચાર્જ કરાયા સરસ્વતી તાલુકાના દેલીયાથરા વિસ્તારની ૫૫ વર્ષિય મહિલાનો COVID19 ટેસ્ટ પોઝીટીવ આવ્યા બાદ આ મહિલાના ૨૫ વર્ષિય પુત્રનો ટેસ્ટ પણ પોઝીટીવ આવ્યો છે. જેના … Read more

પાટણ દેલીયાથરા વિસ્તારની 55 વર્ષિય મહિલાનો COVID19 ટેસ્ટ પોઝીટીવ.

જિલ્લામાંથી અત્યાર સુધીમાં શંકાસ્પદ કોરોના વાયરસના ૪૦૭ સેમ્પલ લેવાયા, ૧૯ પોઝીટીવ, ૩૭૦ના રિપોર્ટ નેગેટીવ, ૦૬ને ડિસ્ચાર્જ કરાયા સરસ્વતી તાલુકાના દેલીયાથરા વિસ્તારની ૫૫ વર્ષિય મહિલાનો COVID19 ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. જેના પગલે જિલ્લામાં COVID19 પોઝીટીવ કેસની સંખ્યા કુલ ૧૯ થવા પામી છે. દેલીયાથરા વિસ્તારની આ મહિલા સારવાર માટે અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં ગઈ હતી, જ્યાં તેમનો COVID19 … Read more

હારીજ APMC ખાતે કેબિનેટ મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરના હસ્તે ફેસ માસ્ક સહિતના સુરક્ષા સાધનોનું વિતરણ

બિનજરૂરી રીતે બજારમાં ફરવાનું ટાળો, સામાજીક અંતર જાળવીને જ કોરોના વાયરસના સંક્રમણથી સુરક્ષિત રહી શકાશે શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર ખાનગી મોટર ઉત્પાદક કંપનીના સહયોગથી કોરોના વોરિયર્સને PPE કીટ, ફેસ શિલ્ડ, N-95 માસ્ક અને ઈન્ફ્રારેડ થર્મોમીટર સહિતના સાધનોનું વિતરણ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા રાત-દિવસ કામ કરી રહેલા આરોગ્ય અને પોલીસ વિભાગના કર્મયોગીઓને શ્રમ અને … Read more

પાટણ જિલ્લા માટે રાહતના સમાચાર, છેલ્લા બે દિવસમાં COVID-19નો એક પણ નવો પોઝીટીવ કેસ નહીં.

અત્યાર સુધીમાં લેવામાં આવેલા શંકાસ્પદ કોરોના વાયરસના ૧૩૦ ટેસ્ટ સેમ્પલ પૈકી ૧૪ પોઝીટીવ કેસ સાથે ૧૧૪ના રિપોર્ટ નેગેટીવ પાટણ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા રાખવામાં આવેલી પૂરતી તકેદારી બાદ પણ સિદ્ધપુરતાલુકામાંથી COVID-19ના ૧૪ પોઝીટીવ કેસ સામે આવ્યા બાદ તાલુકાની બોર્ડર સીલ કરવાસહિતની કામગીરી વચ્ચે પાટણ જિલ્લા માટે રાહતના સમાચાર આવ્યા છે. આરોગ્ય વિભાગનીસઘન કામગીરીના પગલે છેલ્લા … Read more

પાટણ જિલ્લા પંચાયત ભવન ખાતે સેલ્ફ સેનેટાઈઝેશન ટનલ તૈયાર કરવામાં આવી.

પાટણ જિલ્લામાં કોરોના વાયરસના બે પોઝીટીવ કેસ આવ્યા છે અને આરોગ્ય વિભાગ
સહિતના કર્મચારીઓ ફિલ્ડમાં કામ કરી રહ્યા છે ત્યારે તેમના આરોગ્યની સુરક્ષાને ધ્યાને લઈ પાટણ જિલ્લા પંચાયત ભવન ખાતે સેલ્ફ સેનેટાઈઝેશન ટનલ તૈયાર કરવામાં આવી છે.

જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું કે, હાથને વારંવાર ધોવા અને જે કંઈ પણ વસ્તુ
વાપરીએ તેનું સેનેટાઈઝેશન કરવું એ કોરોના વાયરસના સંક્રમણથી બચવાના ઉપાયો છે. આ માટે જિલ્લા પંચાયતની શિક્ષણ શાખા દ્વારા સેનેટાઈઝેશન ટનલ શરૂ કરવામાં આવી છે. જેથી કર્મચારીઓ આ ટનલમાંથી પસાર થઈ કપડા સહિત સેનેટાઈઝ થઈ શકશે. કોરોના વાયરસ સામે લડવા આ પ્રયોગ ઉપયોગી પુરવાર થશે.

જિલ્લા પંચાયત ખાતે પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આરોગ્ય વિભાગના સંકલનમાં
સેલ્ફ સેનેટાઈઝેશન ટનલ તૈયાર કરવામાં આવી છે. આ ટનલમાંથી પસાર થતાં વ્યક્તિઓ પર
પાણીમાં સોડિયમ હાઈપોક્લોરાઈડ નામની દવા નાંખી તૈયાર કરવામાં આવેલા દ્રાવણનો સ્પ્રે થાય છે. જેનાથી બાહ્યરૂપે ખુલ્લા રહેતા શરીર સાથે કપડા પર રહેલા વાઈરસનો નાશ થાય છે અને સંક્રમણનું જોખમ ઘટે છે. સાથે સાથે ટનલની બહારની બાજુ પર કોરોના વાયરસ સંક્રમણથી બચવા શું કરવું અને શું ન કરવું તથા રોગના લક્ષણોની માહિતી દર્શાવવામાં આવી છે.

સામાજીક અંતર જાળવવું, જે કોઈ વસ્તુ વાપરીએ તેને સેનેટાઈઝ કરવી, ફેસ માસ્ક પહેરવું, પોતાના ઘરમાં રહેવું એ કોરોના વાયરસથી રક્ષણ મેળવવાના જરૂરી તકેદારીના પગલા છે. પરંતુ
આરોગ્ય વિભાગ સહિતના વિભાગોમાં કામ કરતાં કર્મચારીઓ હાલ ફિલ્ડ લેવલ પર કામ કરી રહ્યા છે ત્યારે તેમના સ્વાસ્થ્યની દરકાર કરી જિલ્લા પંચાયતના પ્રવેશદ્વાર પાસે તૈયાર કરવામાં આવેલી સેલ્ફ સેનેટાઈઝેશન ટનલથી કોરોના વાયરસના સંક્રમણનું જોખમ ઘટશે.

કોરોના : ટુ વ્હિલર વાહન પર એકથી વધુ અને ફોર વ્હિલર વાહન પર બેથી વધુ મુસાફરો મુસાફરી કરી શકશે નહીં.

કેટલાક લોકો આવશ્યક સેવાઓ માટે ઘરની બહાર નીકળતા હોઈ તે દરમ્યાન સોશિયલડિસ્ટન્સિંગના અભાવે કોરોના વાયરસ સંક્રમણનું જોખમ હોય છે ત્યારે પાટણના અધિક જિલ્લામેજીસ્ટ્રેટશ્રી એન.ડી.પરમાર દ્વારા વિવિધ નિયંત્રણો અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ની રૂએ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએન.ડી.પરમાર દ્વારા ભારત સરકારના તા.૨૪/૦૩/૨૦૨૦ના આદેશથી જાહેર કરવામાં આવેલાલોકડાઉનની અમલવારી તથા કોરોના વાયરસ અન્વયે સોશિયલ … Read more

શંખેશ્વર તાલુકાના પાડલા ગામે લોકડાઉનના સઘન અમલીકરણ માટે અશ્વ દળના પોલીસ જવાન તૈનાત.

પ્રાંત અધિકારીશ્રીને મળેલી માહિતી મુજબ ગામના લોકો સમયાંતરે એકઠા થતાહોવાથી તાલુકા વિકાસ અધિકારી દ્વારા પોલીસને કરવામાં આવી હતી જાણ સામાજીક અંતર જાળવી કોરોના વાયરસના સંક્રમણને આગળ વધતું અટકાવવા સમગ્ર દેશમાંલોકડાઉન આપવામાં આવ્યું છે ત્યારે શંખેશ્વર તાલુકાના પાડલા ગામે તેનો સુચારૂ અમલ ન થતોહોવાની રાવના પગલે શંખેશ્વર તાલુકાના અશ્વ દળના પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures