પાટણ : કોરોનાના કપરા સમયમાં રીલાયન્સ આવ્યું લોકોની વ્હારે.

પાટણ શહેર સહિત જિલ્લામાં કોરોના મહામારીની બીજી લહેરની વિકટ પરીથીતીમાં કોરોના સંક્રમિત દર્દીઓ તેમજ તેમની સાથેના સગા વહાલાઓ માટે અનેક સ્વૈચ્છીક સંસ્થાઓ દવારા વિવિધ પ્રકારની સેવાકીય પ્રવુતિઓ કરવામાં આવી હતી જે નોંધપાત્ર અને આવકારદાયક બની હતી.

આ સંસ્થાઓ સાથે રિલાયન્સ ફાઉન્ડેશનની કોરોના સમયની કામગીરી ઉડીને આંખે વળગે તેવી રહી હતી. સંસ્થા દવારા છેલ્લા કેટલાય સમયથી પાટણ સહિત જિલ્લામાં વિવિધ સંસ્થાઓના સહકારથી સમાજ સેવાની ઉમદા પ્રવુતિઓ હાથ ધરાયેલ છે.

આ અંગે રિલાયન્સ ફાઉન્ડેશનના ઉત્તર ગુજરાત વિભાગન કર્તા હર્તા મુકેશ દેસાઈએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે સંસ્થા છેલ્લા ઘણા વર્ષોથી ખેતી, આરોગ્ય, શિક્ષાણ, ડિઝાસ્ટર, મેનેજમેન્ટ, પુર રાહત તેમજ કોરોના મહામારી જેવી આપતિત્તી ના સમયે રિલાયન્સ ફાઉન્ડેશન વહીવટી તંત્ર અને લોકોની પડખે હંમેશા ઉભુ રહયું છે.

કોરોનાની બીજી લહેરમાં અનેક નાના વેપાર ધંધાવાળા લોકોની રોજગારીની અસર થતાં તેમને આર્થિક રાહત મળે તે હેતુથી મિશન અન્ન સેવા અંતર્ગત સંસ્થાએ વિવિધ સંસ્થાઓના સહયોગથી સાત હજાર જેટેલી રાશનકીટોનું ગરીબ અને જરુરીયાતમંદ લોકોને વિતરણ કર્યું છે.

આ ઉપરાંત મિશન કોવિડ સેવા અંતર્ગત રિલાયન્સ ફાઉન્ડેશન દવારા પાટણ જિલ્લામાં ૧.૧પ લાખ જેટલા માસ્ક અને ર૮ હજાર જેટલી હેન્ડ સેનેટાઈઝરની બોટલોનું વિતરણ કરેલ છે. સંસ્થા દવારા સેવા ભાવનાથી કોરોના વોરિયર્સ તરીકે સેવા આપનાર આરોગ્ય, પોલીસ, સફાઈ કામદારો, હોસ્પિટલ સ્ટાફ તેમજ વહીવટી તંત્રના કર્મચારીઓ સૌને માસ્ક અને સેનેટાઈઝર પહોંચાડવાનું કાર્ય કરેલ છે.

આ ઉપરાંત કોરોના મહામારીથી અસરગ્રસ્ત બનેલ સંગીતકલા ક્ષોત્રના લોકો, મોચીકામ, સાયકલ રીપેરીંગ, લારી ગલ્લા પર કામ કરતા નાયીભાઈઓ, માટીકામ ક્ષોત્રે જોડાયેલા લોકોને તેમજ મહોલ્લાઓમાં સર્વે કરીને ઘણા લોકોને આર્થિક રાહત મળી શકે તેવા હેતુથી રાશન કીટનું વિતરણ કરી મહામારીના સંકટના સમયે લોકોની પડખે ઉભા રહેવાનો રિલાયન્સ ફાઉન્ડેશન દવારા પ્રયત્ન કરાયો હોવાનું મુકેશ દેસાઈએ જણાવ્યું હતું.

https://youtu.be/v2oFobuKqSI

પાટણ : યુનિવર્સિટીના ઓકિસજન પ્લાન્ટનું કરાયું ઈ-લોકાર્પણ.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવસસિટીમાં બનાવેલા ઓકિસજન પ્લાન્ટનું મુખ્યમંત્રીના હસ્તે ઈ-લોકાર્પણ કરાયા બાદ પાટણના સાંસદ ભરતસિંહ ડાભીના હસ્તે યુનિવસસિટીના ઓકિસજન પ્લાન્ટને વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ યુનિવસસિટીના રંગભવન ખાતે યોજાયેલા ઓકિસજન પ્લાન્ટના ઈ-લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું બુકે અને સાલ દ્વારા વિધિવત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. તે પૂર્વે કાર્યક્રમની શરુઆત યુનિવસસિટી ગાનથી કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવિર્સટી દ્વારા નિમિત્તે આેિક્સજન પ્લાન્ડના ગાંધીનગરથી વચ્ર્યુઅલ લોકાર્પણ પ્રસંગે કહ્યું કે, કોરોનાની ત્રીજી સંભવિત લહેરને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આવનારા સમયમાં ૧૮૦૦ મેટિ્રક ટન આેિક્સજનની વ્યવસ્થાઆે ઊભી કરવાની નેમ રાખી છે. આવા આેકસીજન પ્લાન્ટમાં હવામાંથી આેિક્સજન મેળવીને તેને સપ્લાય કરવામાં આવશે. તેના ભાગરૂપે આજે આવા જ એક પ્લાન્ટનું લોકાર્પણ સંપન્ના કર્યું હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

વધુમાં જણાવ્યું હતું કે, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવિર્સટી દ્વારા રૂ. ૬૦ લાખના ખર્ચે માત્ર ૧પ દિવસમાં તૈયાર થયેલા આ આેિક્સજન રિફિલીગ પ્લાન્ટથી પાટણ શહેર-જિલ્લા અને આસપાસના તાલુઆેમાં કોરોના મહામારી દરમ્યાન આેિક્સજન જરૂરિયાત આ પ્લાન્ટથી પૂર્ણ થઇ શકશે. એટલુજ નહી, ૧૩ કિલો લીટર પ્રવાહી આેિક્સજનની ક્ષમતાના આ પ્લાન્ટથી એક સાથે ૪૦ સિલીન્ડર ભરી શકાય છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, કોરોનાની બીજી લહેરમાં સમગ્ર દેશમાં ખુબ જ ઝડપથી કેસો વધ્યા, આેિક્સજન બેડ તેમજ આેિક્સજનની જરૂરિયાત પણ ખુબ મોટી માત્રામાં ઊભી થઈ હતી. ત્યારે કેન્દ્ર સરકારે એરફોર્સના વિમાનો તેમજ રેલવે દ્વારા આેિક્સજનને એક સ્થળેથી બીજે સ્થળે પહોંચાડ્યો હતો. આમ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇના માર્ગદર્શન હેઠળ ઝડપથી આ સમસ્યમાંથી બહાર નીકળી શક્યા છીએ.
આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં આેિક્સજન સામાન્ય રીતે જે ખપત રપ૦ ટન રહેતી હતી એ બીજી લહેરમાં આેિક્સજનની ૧ર૦૦ ટન ખપત થવા લાગી હતી. ત્યારે કેન્દ્ર સરકારે આેિક્સજન, વેિન્ટલેટર, ઇન્જેક્શન જેવી તમામ પ્રકારની મદદ ગુજરાતને કરી હતી. આ બીજીલહેરમાં પણ આેિક્સજન સપ્લાય પૂરતા પ્રમાણમાં સુનિશ્વતિ કર્યો હતો.

કોરોનાની બીજી લહેરમાં અનેક રાજ્યમાં આેિક્સજનની અછતને કારણેદર્દીઆેના મૃત્યુ થયા હતા પણ ગુજરાતમાં એક પણ દર્દીનું મૃત્યુ આેિક્સજનના અછતને કારણે થયું નથી એમ મુખ્યમંત્રીશ્રી એ સ્પષ્ટપણે જણાવ્યું હતું. તેમણે ઉમેયુઁ કે, કોરોનાની બીજી લહેરમાં રાજ્યની તમામ હોિસ્પટલમાં આેિક્સજનની વ્યવસ્થા આપણે સુપેરે રીતે પાર પાડી છે. આજે આેિક્સજનની ખપત ૧ર૦૦ ટનમાં ઘટીને ૩૦૦ ટન થઇ ગઇ છે. એટલે કે એક મોટી સમસ્યામાંથી પણ આપણે હવે બહાર આવી ગયા છીએ.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, રાજ્ય સરકારે તાઉતે વાવાઝોડા દરમ્યાન પણ અસરગ્રસ્ત વિસ્તારોની હોિસ્પટલમાં આેિક્સજનની અછત કે દર્દીઆેને કોઇપણ પ્રકારની સમસ્યા ન થાય તેના માટે પણ આગોતરું પ્રાલીનગ કયુઁ હતું. એવા વિસ્તારો કે જ્યાં આ વાવાઝોડાની વધુ અસર થવાની હતી, તેવા વિસ્તારોમાં આેિક્સજનનો સપ્લાય અટકે નહી તેમજ આેિક્સજનની ઘટ ન પડે તે માટે રાજ્ય સરકારે એડવાન્સમાં આેિક્સજનનો સ્ટોક રાખ્યો હતો. આમ, તાઉતે વાવાઝોડા દરમ્યાન સૌરાષ્ટ્રની એકપણ હોિસ્પટલમાં આેિક્સજનની ઘટ પડવા દીધી નહોતી એમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.
વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે ગુજરાત સંપૂર્ણ સર્જક છે.

આપણે લિકવીડ આેિક્સજન પર આધાર રાખવો ન પડે તે માટે હવામાંથી પીએસએ દ્વારા આેિક્સજન વ્યાપક પ્રમાણમાં ઉત્પન થાય તે પ્રકારનું આયોજન રાજ્ય સરકારે કયુઁ છે. આમ, પીએસએ પ્લાન્ટ દ્વારા આેિક્સજન ઉત્પન કરીને ગુજરાતમાં આેિક્સજનની ખપતને પહોંચી વળવાની સરકારની તૈયારીઆે છે.

ગુજરાત ઇન્ડિસ્ટ્રયલ ડેવલોપમેન્ટ સ્ટેટ હોવાના કારણે ઇન્ડિસ્ટ્રયલ આેિક્સજનની જરૂરિયાત રહે છે. આ સાથે હોિસ્પટલ તેમજ રિચર્સ માટે પણ આેિક્સજનની જરૂરિયાત ઊભી થાય છે ત્યારે આવનારા સમયમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવિર્સટી દ્વારા નિમિત્ત આેિક્સજન પ્લાન્ટ આ વિસ્તારમાં આેિક્સજન પૂરો પાડવામાં ઉપયોગી બનશે એમ તેમણે જણાવ્યું હતું.

તો યુનિવસિટીના કુલપતિ ડો.જે.જે.વોરાએ જણાવ્યું હતું કે યુનિવસિટીમાં સ્થાપિત કરેલા ઓકિસજન પ્લાન્ટ પાછળ ૯૩ લાખનો માતબર ખર્ચ યુનિવસિટી અને દાતાઓના સહયોગથી કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટમાંથી એકીસાથે ૪૦ જેટલી ઓકિસજનની બોટલો ભરાય તેવી સુવિધા ઉભી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

આ પ્રસંગે પાટણ ખાતે સાંસદશ્રી ભરતિસહ ડાભી, યુનિવિર્સટીના વાઈસ ચાન્સેલર ડો.જે.જે.વોરા, કલેક્ટરશ્રી સુપ્રીતસિંધગુલાટી, પાટણ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સ્મિતાબહેન પટેલ, યુનિવિર્સટીના રજિસ્ટ્રારશ્રી ધર્મેન્દ્રં પટેલ, ધારપુર મેડીકલ કોલેજના ડીન ડા.યોગેશાનંદ ગોસ્વામી, સંગઠનના જિલ્લા પ્રમુખશ્રી દશરથજી ઠાકોર, નાયબ પોલીસ અધિક્ષકશ્રી સી.એલ.સોલંકી, યુનિવિર્સટીના કારોબારી સભ્યશ્રીઆે, દાતાશ્રીઆે સહિત પદાધિકારીઆે ઉપિસ્થત રહ્યા હતા

ગરીબોને ફ્રૂટ અને બિસ્કીટનું કરાયું વિતરણ। Gujarati News

શિક્ષણની વાત હોય કે પછી આરોગ્યની વાત હોય કે પછી કોઈ અન્ય સાંસ્કૃતિક વારસાની વાત હોય દરેક ક્ષેત્રમાં હમેશાં કંઈક ને કંઈક નવું જ કરીને લોકોને પ્રેરણા આપીને તેમજ અન્ય રીતે મદદ કરવાના આશય સાથે સેવાકીય પ્રવૃતિઆે કરવામાં આવતી હોય છે

ત્યારે સંસ્થાના ચેરમેન લક્ષમણભાઈ ડી.પરમારના પિતાની ત્રીજી પૂણ્ય તિથિ નિમિત્તે લક્ષમણભાઈને એક સુંદર વિચાર આવ્યો કે હાલમાં કોરોનાની મહામારીના સમયમાં અત્યંત કફોડી હાલતમાં જીવી રહેલ ગરીબ લોકોને પોષણ મળી રહે અને તે લોકો સ્વસ્થ અને નિરોગી રહે એવા ઉદેશ્યથી રોડ ઉપર અને ઝૂપડપટ્ટના નાના મોટા ભૂલકાંઆે તેમજ મોટેરાઆે સાથે અત્યંત ગરીબ જણાતા એવા રોડ ઉપર વસવાટ કરતા પરિવારોને ફૂટ તેમજ બિસ્કીટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

જેથી કરી આ લોકોની રોગપ્રતિકારક શિક્તમાં વધારો થાય અને આ લોકોને પોષણ તેમજ યોગ્ય વિટામિન મળી રહે તેવા ઉદેશ્ય સાથે આ સંસ્થા દ્વારા સૌ પ્રથમ ડીસાના નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં ભિક્ષુક લોકો તેમજ અન્ય ગરીબ લોકોને ડીસા બસ ડેપોના એસ.ટી.ના એ.ટી.આઈ. યુસુફભાઈ તેમજ નાના ભાઈ હરેશભાઈના હસ્તે બસ ડેપોમાં ફ્રુટ તેમજ બિસ્કીટ વિતરણ કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરી હતી

ત્યારબાદ અમુક રહેણાંક વિસ્તારમાં તેમજ અખોલ રોડ નજીક આવેલા ગરીબ ઝૂપડપટ્ટીમાં જઈને પણ વિતરણ કયુઁ હતું ત્યારબાદ પાલનપુર શહેરમાં પણ રેલવે સ્ટેશન સહિત કીર્તિ સ્તંભ વિસ્તારમાં રોડ પર કે આજુબાજુના વિસ્તારમાં જરૂરીયાતમંદ લોકોને પણ ફૂટ અને બિસ્કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.

સિદ્ઘપુર : દશાવાડા-નેદ્રોડા માર્ગ અકસ્માતમાં એકનું મોત

પાટણ જિલ્લાના હાઈવે માર્ગો પર પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહનો હંકારતા ચાલકો દ્વારા અવારનવાર નાના-મોટા માર્ગ અકસ્માતના બનાવો સર્જીને અનેક નિદોષ માનવ જીદગીને મોતના મુખમાં ધકેલી રહ્યા છે

ત્યારે સોમવારના રોજ સિદ્ઘપુર તાલુકાના દશાવાડા-નેદ્રોડા માર્ગ પર સીએનજી ગેસ ભરીને જઈ રહેલા ટેન્કર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં આશાસ્પદ બાઈક ચાલક યુવાનનું ગંભીર ઇજાના કારણે મોત નીપજયું હતું.

આ માર્ગ અકસ્માતના બનાવની મળતી હકીકત મુજબ સિધ્ધપુર તાલુકાના ધનાવાડા ગામે રહેતા ઠાકોર લાલાજી મદારજી સોમવારના રોજ બાઇક લઇને પાટણ આવી રહ્યા હતા ત્યારે દશાવાડા નેદ્રોડા માર્ગ પર થી પસાર થઇ રહેલા સીએનજી ગેસ ભરેલા ટેન્કર ચાલકે તેઆેને સામેથી ટક્કર મારતા લાલાજી ઠાકોર ને ગંભીર ઈજાઆે થતાં તેઆેનું કરૂણ મોત નીપજ્યું હતુ.જોકે અકસ્માત સર્જી સીએનજી ગેસ ટેન્કર ચાલક પોતાનું ટેન્કર સ્થળ પર મૂકી પોલીસ મથકે હાજર થયો હતો.

આ બનાવની જાણ થતાં કાકોશી પોલીસ સ્થળ પર પહોંચી લાશ પંચનામું કરી પીએમ અર્થે પાટણ સિવિલ હોિસ્પટલ ખાતે લાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અકસ્માતમાં મૃત્યુ પામનાર લાલાજી ઠાકોરના કુટુંબી ભાઈના બે દિવસ પૂર્વે લગ્ન હોઈ આ અકસ્માતના પગલે લગ્નની ખુશીનો માહોલ શોકમાં પલટાઇ જવા પામ્યો છે.

https://youtu.be/YLNLv268kf8

પાટણ : આયુર્વેદિક હોસ્પિટલ માં સુવર્ણ પ્રાસનના ટીપાનું આયોજન.

Patan News : Planning of Suvarna Prasan drops in Ayurvedic Hospital પાટણ શહેરની આયુવેદિક હોસ્પિટલમાં દર મહિનામાં આવતાં પુષ્પનક્ષાત્રના શુભ દિને જીરો થી બાર વર્ષ સુધીના બાળકોને વિનામુલ્યે સુવર્ણ પ્રાસનના ટીપાં પીવડાવવામાં આવતા હોય છે ત્યારે મોટીસંખ્યામાં શહેરીજનો પોતાના બાળકની રોગપ્રતિકારક શકિતમાં વધારો થાય તે માટે સુવર્ણ પ્રાસનના ટીપાં પીવડાવવા આયુવેદિક હોસ્પિટલ ખાતે આવતા હોય … Read more

પાટણ : હારીજ ફાયરીંગના આરોપીઓ ઝડપાયા

પાટણ જિલ્લાના હારીજમાં શનિવારે ખેલાયેલા ખૂની ખેલ મામલે પાટણ જિલ્લા પોલીસે મોટી સફળતા મેળવી છે. હારીજ માકેટયાડ”ના દરવાજા આગળ જ બે ભાઈઓ ઉપર તીક્ષ્ણ હથિયાર અને ફાયરિંગ કરીને લાભુ દેસાઈ નામના વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દેનાર ૭ હત્યારાઓની ગેંગમાંથી ૩ હત્યારાઓને પાટણ એસઓજી પોલીસે ઉપલીયાસરાથી ગાજદીનપુરા ગામની વચ્ચે આંતરીને ઝડપી લીધા છે.

પોલીસે હત્યારાઓની ગેંગમાંથી ૩ હત્યારાઓને ઝડપી લીધા છે જ્યારે હજુ ૦૪ આરોપીઓ ફરાર છે. જેમને શોધવા માટે બે નાયબ પોલીસ અધિક્ષકના વડપણમાં ૩ ટીમોનું સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે. ફરાર આરોપીઓને પણ ખૂબ જ ઝડપ થી પકડી લેવામાં આવશે તેવો જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

પાટણ જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાએ આ કેસ મામલે માહિતી આપતાં જણાવ્યું હતું કે આ કેસમાં ૩ આરોપીઓ વિરૂદ્ઘ આર્મ એક્ટ, હત્યાની કોશિશ અને હત્યાની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. જેમાંથી પોંચ આરોપીઓ વિરૂદ્ઘ અગાઉ ભૂતકાળમાં પણ હત્યાની કોશિશ અને આર્મ એક્ટની સંખ્યાબંધ ફરિયાદો નોંધાયેલી છે. જેથી તેઓ વિરૂદ્ઘ ગુજસીટોકના નવા કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવશે.જેથી પાટણ જિલ્લામાં ગુજસીટોકનો પ્રથમ કેસ નોંધવામાં આવશે.

પાટણ એસઓજી પોલીસે ગણતરીના કલાકોમાં ઉપરોક્ત ૭ શખ્સોની ગેંગમાંથી ૩ આરોપીઓને ઝડપી લીધા છે. જેમાં સિધ્ધરાજસિંહ તલુભા વાઘેલા (રહે. ઉંબરી, તા. કાંકરેજ) પરેશસિંહ સિદ્ઘરાજસિંહ વાઘેલા (રહે . કંબોઈ, તા. કાંકરેજ) અને ચેલસિંહ સુજાજી સોલંકી (રહે. કંબોઈ, તા. કાંકરેજ)ને ઝડપી લીધા છે.

જેમની પાસેથી હત્યામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારોમાં ખંજર, પાઈપ અને મોટરસાઈકલ પણ જપ્ત કરાયું હોવાનું પોલીસ અધિક્ષાક અક્ષાયરાજ મકવાણાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું.

પાટણ : સાંતલપુરનો પરિવાર વળતરને લઈ ઉતર્યો આમરણાંત ઉપવાસ પર.

પાટણ જિલ્લાના સાંતલપુર ગામના હરીજન હાજીભાઈ ડાહયાભાઈની માલિકીનો સર્વે નં.૮ર૭ વાળા ખેતરમાં ભારત માલા પ્રોજેકટ અંતર્ગત રોડ નિકળતાં ખેડૂત વળતર પેટે રુ.એક કરોડ તેર લાખ મંજૂર થયા હતા.

પરંતુ સર્વે ન.૮રરના વેચાણ દસ્તાવેજના આધારે ખોટી રીતે સર્વે નંબર ૮ર૭માં ફેરવી વળતરની રકમ રદ કરતાં આ પરિવાર પાટણ કલેકટર કચેરી બહાર ગાંધીચિંધ્યા માર્ગ આમરણાંત ઉપવાસ પર બેસી પોતાના વળતર પેટેની રકમ આપવા માંગ કરી રહયા છે.

આ અંગે રાધનપુર કોર્ટમાં કેસ પણ ચાલે છે અને કલેકટરમાં અપીલ ચાલુ હોવા છતાં રાધનપુરના પ્રાંત અધિકારી ડી.બી. ટાંકે વળતર રદ કરી નાંખ્યું છે. જેથી સર્વે નં.૮રરના દસ્તાવેજ વાળા આહીર સાવકા, જીવણ મહાદેવ અને ડી.બી. ટાંક દ્વારા કરવામાં આવેલુ ખોટુ કૃત્ય જયાં સુધી બહાર નહીં આવે ત્યાં સુધી આ કુટુંબ કલેકટર કચેરીની બહાર ગાંધીચિંધ્યા માર્ગે આમરણાંત ઉપવાસ પર બેસવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.

બનાસકાંઠા : રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારુ ઝડપાયો

આઈજીપી બોર્ડર રેન્જ ભુજ જે.આર.મોથલીયા તથા એસ.પી. બનાસકાંઠા – પાલનપુર તરૂણ દુગ્ગલ નાઆેએ પ્રોહીબીશન- જુગારની બદીને નેસ્તનાબુદ કરવા અંગે સુચના કરેલ હોઈ એચ.પી. પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.જી. દેસાઈ એલ.સી.બી. પાલનપુર નાઆેના માર્ગદર્શન હેઠળ થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા

તે દરમ્યાન બાતમી હકીકત મેળવી (૧) દિપિસહ રતનિસહ જાતે વાઘેલા રહે વડા કલ્યાણી પાટી તાલુકો કાંકરેજ તથા (ર) જેનુભા ભૂરુભા જાતે વાઘેલા રહે વડા દોલાની પાટી” તાલુકો કાંકરેજ વાળાના ખેતરમાં આવેલ રહેણાક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયર ની બોટલ નંગ-૯૪૦ -કિ.રૂ. ૧,૧૩,ર૦૦– નો મળી આવતા તેમજ આરોપી ઘરે હાજર ન મળી આવી ગુનો કરેલ હોઈ તેના વિરુદ્ઘ માં પ્રોહીબીશન એક્ટ મુજબ થરા પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મહેસાણા : ખેજડાના વૃક્ષામાં પીંપળના વૃક્ષાજી સર્જાયું આશ્ચર્ય

કુદરત ની કરામત પણ ક્યારેક ન્યારી હોય છે અને કાળા માથા ના માનવી ને અચંબા માં પણ મૂકી દે છે. આવો જ એક મામલો મહેસાણા નજીક ના દેલા ગામનો સામે આવ્યો છે.

દેલા ગામ ના ખેડૂત એવા પોપટલાલ ચૌધરી ના ખેતર માં આશ્ચર્ય”ચકિત કિસ્સો જોવા મળી રહ્યો છે. હિન્દૂ શાસ્ત્રો માં પવિત્ર ગણાતા ખીજડા ના વૃક્ષ ઉપર પવિત્ર પિપળા નું વૃક્ષ ઊગી નીકળ્યું છે.

ખીજડાના ઘટાદાર વૃક્ષ ઉપર જ એટલુ જ ઘટાદાર પિપપળ નું વૃક્ષ ખીજડા ના વૃક્ષ માંથી પિપળ નું વૃક્ષ નીકળતા સર્વે ને અચંબિત કરી રહ્યું છે. તો જોઈએ કુદરતની કરામતની આ અજીબો ગરીબ ઘટના…

પાટણ : જાયન્ટસ પાટણ દ્વારા નિરાધાર બાળકને લીધો દત્તક

પાટણમાં કોરોના ની બીજી લહેર માં અનેક પરિવારો નંદાયા છે કોઈ બાળકે પોતાના પિતા ગુમાવ્યા છે તો કોઈ બાળકે પોતાની માતા ગુમાવી છે તો કોઈ બાળકે પોતાના માતા-પિતા બન્નો ગુમાવ્યા છે જેનાં કારણે આવા નિરાધાર નિસહાય બનેલાં બાળકોના ઉછેર માટે પરિવારના અન્ય સભ્યો પણ ચિંતામાં મુકાયા છે ત્યારે શહેરની સેવાકીય સંસ્થાઆે સહિતના શ્રેષ્ઠીઆે દ્વારા આવાં બાળકોને દત્તક લઈને બાળકોને પગભર બનાવવાની પહેલ સ્વરૂપે રવીવાર નાં રોજ પાટણમાં અનેકવિધ સેવાકીય પ્રવૃતિઆે કરતી જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન સંલગ્ન સેવાકીય સંસ્થા જાયન્ટસ પાટણ પરિવાર દ્વારા પાટણની વિધવા મહિલાનાં બાળકની શિક્ષણની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી દતક લોવાનો તેમજ શહેરની ગુરૂકૃપા સોસાયટી મિત્ર મંડળને કોરોના વોરિયર્સ તરીકે સન્માનવાનો સરાહનીય પ્રસંગ પ્રદેશ ભાજપનાં પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ ની ખાસ ઉપિસ્થત વચ્ચે આયોજિત કરવામાં આવ્યો હતો.

જાયન્ટ્સ પાટણ પરિવાર દ્વારા દતક લીધેલ બાળકનાં પાયોનિયર સ્કુલમાં અભ્યાસ માટે આર્થિક રીતે મદદરૂપ બનવા માટે શહેરના દાતા પરિવારો ને કરાયેલ અપીલ નાં પગલો શહેરના શ્રેષ્ઠી ભાનુમતીબેન જયંતીલાલ ખત્રી પરિવારનાં અંબીશચંદ્ર ખત્રી નાં વરદ હસ્તે રૂ.૧૮૦૦૦ નો ચેક વિધવા મહિલા નાં બાળકનાં અભ્યાસ અર્થ અર્પણ કરવામાં આવ્યો હતો. તો જાયન્ટસ પાટણ પરિવાર દ્વારા કોરોનાની બીજી લહેરમાં સેવાકીય પ્રવૃિત્ત કરનાર શહેરની ગુરૂકૃપા સોસાયટીના મિત્ર મંડળનું કોરોના વોરિયર્સ તરીકે સન્માન કરવામાં આવ્યું હતું.

જાયન્ટસ પાટણ પરિવારની આ પ્રસંસનિય સેવાકીય પ્રવૃિત્તને પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી.પટેલે સરાહનીય લખાવી આવાં જરૂરિયાતમંદ બાળકો નાં શિક્ષણ માટે પોતાની પાયોનિયર સ્કુલ માં પ૦ ટકા ફી માફ કરાશે તેવી જાહેરાત કરી કોરોના વોરિયર્સ ગુરૂકૃપા સોસાયટી મિત્ર મંડળ ને પણ શુભેચ્છાઆે પાઠવી હતી. આ પ્રસંગે ઉપિસ્થત રહેલા પાટણ નગરપાલિકાના કોપ્રોરેટર અને જાયન્ટસ પરિવાર પાટણ નાં પૂર્વ પ્રમુખ મનોજભાઈ પટેલે પણ વિધવા મહિલા ને જીવન નિર્વાહ ચલાવવા એક વર્ષ સુધી રૂપિયા એક હજારનું રાશન ભરી આપવાની જાહેરાત કરી હતી.

વિધવા મહિલા નાં બાળકને દત્તક લોવાનાં અને કોરોના વોરિયર્સ તરીકે સન્માનવાના આયોજિત આ કાર્યક્રમમાં જાયન્ટ્સ પરિવાર પાટણના પ્રમુખ નટવરભાઇ દરજી, મંત્રી પ્રહલાદભાઈ પટેલ,ઈશ્ર્વર ભાઈ પટેલ, કિરીટભાઈ ગાંધી, કોપ્રોરેટર મુકેશભાઈ જે.પટેલ, શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી સહિતના સભ્યો તેમજ શહેરના પ્રબુધ્ધ આગેવાનો અને નગરજનો ઉપિસ્થત રહ્યા હતા.

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures