પાટણ : ગુરુનગરમાં ગંદુ પાણી આવતાં લોકો ત્રાહિમામ

Patan – પાટણ શહેરના ટેલિફોન એકસચેન્જ રોડ ઉપર આ આવેલ ગુરુનગર સોસાયટીમાં છેલ્લા ચાર-પોચ દિવસથી પીવાનું પાણી અશુદ્ઘ આવતું હોવાથી આ વિસ્તારના તમામ રહીશો અશુદ્ઘ પાણીની ડોલ ભરી બહાર આવી પોતાનો આક્રોશ નગરપાલિકા તંત્ર ઉપર ઠાલવ્યો હતો અને અમને શુદ્ઘ પાણી આપો તેવા નારા લગાવ્યા હતા.

આ વિસ્તારની બહેનો એ જણાવ્યું હતું કે અમે નળ વેરો ભરીએ છીએ તો અમને શુદ્ઘ પાણીની પણ વ્યવસ્થા કરી આપવી જોઈએ. નગરપાલિકા તંત્રને અમે રજૂઆતો કરી હોવા છતાં અશુદ્ઘ પાણી જ હજુ આવે છે ભૂગર્ભ ગટરનું પાણી નળ કનેકશન સાથે ભળી જવાથી અમારા ઘરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી અશુદ્ઘ પાણી આવી રહ્યું છે અમારે રસોઈમાં તથા નહાવા ધોવા માટે પાણી નો ઉપયોગ કેવી રીતે કરવો ? પાણી વેરો ભરીએ છીએ અમે અને આવા અશુદ્ઘ પાણી પીવાથી મોટો રોગચાળો ફાટી નીકળે

તો તેની જવાબદારી કોની? અમે ટેન્કર મંગાવીએ પરંતુ તેના પૈસા અમારે કાઢવા ક્યાંથી અમે સામાન્ય મધ્યમવર્ગના લોકો આવી કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી ધંધા-રોજગાર નથી તો અમારે પાણીના ટેન્કરના પૈસા કાઢવા ક્યાંથી તેવો બળાપો વ્યકત કર્યો હતો.

નગરપાલિકાના કોપ્રોરેટરો માત્ર વોટ લેવા માટે જ આવતા હોય છે. અને ચૂંટાયા બાદ તેઓ પોતાના વોર્ડ વિસ્તારમાં પ્રજાની ખબર અંતર પુછવા પણ આવતા ન હોવાથી આજે પ્રજાનું કોઈ કામ થતું નથી અને પ્રજા હેરાનગતિ ભોગવી રહી છે અને નગરપાલિકા નિંદ્રામાં સૂઈ રહી છે.

ટેલિફોન એકસચેન્જ રોડથી લીલીવાડી સુધીના રસ્તા ઉપર છેલ્લા ઘણા વર્ષોથી ગટર ઊભરાવાની પણ સમસ્યા છેલ્લા ઘણા વર્ષોથી જોવા મળી રહી હોવા છતાં પાલિકા તંત્ર મૌન સેવી તમાશો જોઈ રહયું છે. આ વિસ્તારના તમામ લોકોને આ ગંદા પાણીમાં થઇને રોજ નીકળવું પડે છે તો આ ભૂગર્ભ ગટરનો પણ પ્રશ્ન આજદીન સુધી રાજકીય આગેવાનો દવારા નગરપાલિકાની ચૂંટણી સમયે હથેળીમાં ચાંદ બતાવતાં હલ થવા પામ્યો ન હોવાના પણ સ્થાનિક રહીશો આક્ષોપો કરી રહયા છે.

તો અમારે હવે રજૂઆતો કોને કરવી નગરપાલિકા તંત્ર કંઈ સાંભળતું નથી આ વિસ્તાર સાથે ઓરમાયું વર્તન કેમ થઈ રહ્યું છે તે સમજાતું નથી તેવું આ વિસ્તારના રહીશોએ જણાવ્યું હતું. ભૂગર્ભના ગંદા પાણી પીવાના પાણી સાથે ભળવાથી આ દુષિત પાણી આવી રહ્યું છે તો આ અશુદ્ઘ પાણી નું નિરાકરણ તાત્કાલિક ધોરણે લાવવા નગરપાલિકા તંત્રને સ્થાનિક રહીશોએ માંગ કરી હતી.

મહેસાણા : ઉંઝા સરપંચ એસોસીએશને કલેકટરને આપ્યું આવેદન.

Mehsana – ઊંઝા (Unjha) તાલુકા વિસ્તારનાં સરપંચો અને તલાટીઆે અરજીઆે અને આરટીઆઇ (RTI) એકટ વ્યકિતઓથી ત્રાહિમામ પોકારી ગયા છે. ઊંઝા તાલુકાના કુલ ૩પ જેટલા ગામોના સરપંચ એસોસિએશન સૂણોક ગામના પ્રહલાદ પટેલ અને તેમના પુત્ર સુનિલ પટેલ થી તોબા પોકારી ગયા છે.

સરપંચો અને તલાટીઆેનો આક્ષેપ છે કે બંને પિતા -પુત્ર પોતાનો સ્વાર્થ સાધવા અને રૂપિયા પડાવવા જ અરજીઆે કરે છે અને આરટીઆઇ કરે છે અને અત્યાર સુધીમાં ર૭પ થી વધુ અરજીઆે આ પિતા-પુત્ર કરી ચુકયા છે.

આથી ત્રાહિમામ પોકારી ઉઠેલા સરપંચો અને તલાટીઆેની સાથે આજે ઊંઝા તાલુકા સરપંચ એસોસિએશને મહેસાણા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી આરટીઆઈની કરેલી તમામ અરજીઆે ખારીજ કરવાની માંગણી કરી હતી.

બનાસકાંઠા : થરા-રાધનપુર નેશનલ હાઈવે પર પેટ્રોલ પંપમાં થઈ લૂંટ

બનાસકાંઠા Banaskantha કાંકરેજ તાલુકાના રતનપુરા (ઉણ) નજીક આવેલા Essar કંપનીના ભાગ્યોદય પ્રેટ્રોલપંપ (Petrol Pump) ઉપર શનિવારે રાત્રે લૂંટારુઓએ દેશી તમંચો બતાવી રૂ. ૧૩ હજારના મુદ્દામાલની લૂંટ ચલાવતાં ચકચાર મચી જવા પામી છે. લૂંટ કરવા આવેલા લૂંટારુ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.

થરા-રાધનપુર (Thara – Radhanpur) નેશનલ હાઇવે ઉપર આવેલ રતનપુરા એસ્સાર કંપનીના ભાગ્યોદય પ્રેટ્રોલપંપ માં શનિવારે રાત્રિના સુમારે નંબર વગરની સફેદ કલરની સ્વીફટ કારમાં ત્રણ શખ્સોએ પંપ ઉપર ૭૦૦ રૂપિયાનુ ડીઝલ ભરાવવાનું કહી નીચે ઉતાર્યા હતા.

અને પંપના કર્મચારીઓ પાસેથી દેશી તમંચો બતાવી વિજયભાઇ રબારીના શર્ટના ખિસ્સામાંથી ૧૦૩૬ ની લૂંટ કરી વિજયભાઇ દેસાઇએ બુમાબુમ કરતાં પંપની ઓફીસમાંથી પ્રધાનજી ઠાકોર બહાર દોડી આવતાં આરોપી પ્રધાનજી ઠાકોર પાસે જઇ તમંચો બતાવી પ્રધાનજી ઠાકોરના ખિસ્સામાં પડેલ રૂ. ૧ર,રર૦ લૂંટી લઇ ઓફિસમાં પ્રવેશ કરી કુલ રૂ.૧૩,રપ૬ ની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.

લૂંટની જાણ થરા પોલીસને કરાતાં પોલીસે ચારે તરફ નાકાબંધી કરી શોધખોળ હાથ ધરી હતી. પણ પોલીસને સફળતા મળી ન હતી.આ અંગે વિજયભાઇ રબારી (રહે.ઉણ, તા.કાંકરેજ) ની ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી હતી.

પાટણ : પાટણના અઘારા દરવાજા બહાર સર્જાયો અકસ્માત.

ગાંધીના ગુજરાતમાં ( દારુબંધી હોવા છતાં રાજસ્થાન સહિતના અન્ય રાજયો કરતાં ગાંધીના ગુજરાતમાં સૌથી વધારે દારુ પીવાતો હોવાનું પણ જોવા મળી રહયું છે. એકબાજુ ગાંધીના ગુજરાતમાં દારુબંધી હોવા છતાં પણ ગુજરાતમાંથી અનેક જગ્યાએ મસમોટો દારુનો જથ્થો પકડાતો હોવાનું પણ પ્રકાશમાં આવતુું હોય છે.

ગુજરાતમાં દારુબંધી હોવા છતાં પણ પોલીસની મીઠી નજર હેઠળ દારુ ગુજરાતમાં ઠલવાતો હોવાનું પણ બુધ્ધિજીવીઓનું કહેવું છે ત્યારે પાટણ (PATAN City) શહેરના અઘારા દરવાજા બહાર ગુજરાતમાં દારુબંધી હોવા છતાં પણ એક રીક્ષા ચાલક દારુપીને છાકટો બની પુરપાટ ઝડપે રીક્ષા લઈને જતાં એક એકિટવા ચાલક મહિલાને અડફેટે લઈ અકસ્માત સર્જતાં હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો.

ત્યારે આ દારુ પીધેલી હાલતના રીક્ષાા ચાલકને સ્થાનિક લોકોએ બરાબરનો મેથીપાક ચખાડી સબક શીખવાડયો હતો. તો સ્થાનિક રહીશના જણાવ્યા મુજબ અઘારા દરવાજા બહારના રસ્તા પર સામેથી આવતું વાહન દેખાતું ન હોવાથી અવાર-નવાર અહીં અકસ્માત સર્જાયો હોવાથી બમ્પ મુકવાની માંગ સાથે દારુ પીને વાહનો ચલાવતાં દારુડીયા સામે પણ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

તો અકસ્માતનો ભોગ બનનાર મહિલા અને તેના પુત્રએ પણ દારુ પીને રીક્ષાા ચલાવવાના કારણે આ અકસ્માત સર્જાયો હોવાના આક્ષોપો કરી આવા દારુડીયા તત્વો સામે લાલઆંખ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી.

પાટણ : ધારપુર હોસ્પિટલમાં અંધારા દૂર કરવા ઉઠી માંગ

રાજય સરકાર દવારા કરોડો રુપિયાના ખર્ચે પાટણ-ઉંઝા રોડ પર ધારપુર પાસે અદ્યતન સુવિધાયુકત આરોગ્યની સેવાઓ પૂરી પાડતી હોસ્પિટલ બનાવવામાં આવી છે જેનો લાભ ઉત્તર ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ લઈ રહયા છે

ત્યારે વૈશ્વિક કોરોના મહામારીમાં ધારપુર હોસ્પિટલ ની સેવાનો લાભ ઉત્તર ગુજરાત સહિતના દર્દી ઓએ લીધો હતો ત્યારે કરોડો રુપિયાના ખર્ચે અદ્યતન બનાવેલી ધારપુર હોસ્પિટલની બહાર રાત્રી દરમ્યાન લાઈટો ડૂલ રહેતાં દર્દી ઓના સગા સંબંધીઓને ખૂબજ હાલાકીનો સામનો કરવો પડી રહયો છે.

ત્યારે કરોડો રુપિયાનો ખર્ચો કર્યો હોવા છતાં પણ ધારપુર હોસ્પિટલની બહારની સ્ટ્રીટ લાઈટો સદંતર બંધ રહેતા દર્દીના સગા સંબંધીઓને મોબાઈલ ટોર્ચની મદદથી જમવાની ફરજ પડી રહી છે.

ત્યારે ધારપુર હોસ્પિટલની બહારની સ્ટ્રીટ લાઈટો વહેલી તકે ચાલુ કરાવવા લોકમાંગ ઉઠવા પામી છે.

બનાસકાંઠા : પાલનપુરના આબુ હાઈવે પર આઈસ્ક્રીમની ફેકટરીમાં લાગી આગ.

પાલનપુરના આબુ હાઈવે પર આઈસ્ક્રમની ફેકટરીમાં આગ લાગતાં અફરા તફરી મચી જવા પામી હતી. આબુ હાઈવે પર હનુમાન ટેકરી પાસે આવેલી આઈસ્ક્રમની ફેકટરીમાં વહેલી સવારે અગમ્ય કારણોસર લાગેલી આગને લઈ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

તો લાગેલી આગને પગલે પાલનપુર પાલિકાના ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ફાયર ફાઈટર દ્વારા પાણીનો મારો ચલાવી લાગેલી ભયાનક આગને કાબુમાં લેવાતાં સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

વહેલી સવારે લાગેલી આગને લઈ આઈસ્ક્રીમની ફેકટરીમાં ભારે નુકશાન થવાની ભીતિ પણ ફેકટરી માલિક સેવી રહયો છે.

પાટણ : શહેરમાં દુષિત પાણી આવતું હોવાની ઉઠી બૂમરાડ

પાટણ શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ ઉપર આવેલ ગુરુ નગર સોસાયટી તેમજ તેની આજુબાજુ ની સોસાયટીમાં છેલ્લા સાત દિવસથી ગટરનું દુગઁધ મારતું ખરાબ પીવાનું પાણી આવી રહયું છે.

આ દુગઁધ મારતા ખરાબ પાણી આવતા લોકોએ વારંવાર નગરપાલિકાને આ સમસ્યા દૂર કરવા ટેલિફોનિક જાણ કરી હોવા છતાં આજ દિન સુધી આ દુગઁધ મારતા ખરાબ પાણીનો નિકાલ કરવામાં આવ્યો નથી. જેથી સ્થાનિક લોકો આવા દુર્ગંધયુકત આવતાં પીવાના પાણીને લઈ રોગચાળાની ભીતિ પણ સેવી રહયા છે.

પાટણ શહેરમાં ગટરના દુગઁધ મારતા પાણીના કારણે સિદ્ઘપુર ચાર રસ્તાથી ઉપર તરફ અને ટી.બી. ત્રણ રસ્તા માતરવાડી તરફની તમામ સોસાયટીઆે બુકડી જુમ્મા મિસ્જદનો મહોલ્લો તેમજ કાળીબજાર શ્રમજીવી સોસાયટી નિર્મલ નગર રોડ તરફથી સોસાયટીઆેમાં રોજબરોજ ગટરના ખરાબ પાણી આવતા નગરપાલિકા આ સમસ્યા નાથવા માં તદ્દન નિષ્ફળ નીવડી હોવાના ભરત ભાટીયાએ આક્ષોપો કરી ભૂગર્ભના ગંદા પાણીથી ત્રસ્ત થઈ કેટલાક રહીશોને પાલિકાના અણધડ વહીવટને લઈ હિજરત કરવી પડી હોવાના પણ આક્ષોપોકર્યો હતા.

પાટણ : મુસાફરના સ્વાંગમાં લુંટ કરતી ઝડપાઈ ગેંગ

સિદ્ધપુરથી કમલીવાડા જવા માટે ગાડીમાં મુસાફર તરીકે બેસાડી દંપતિની થેલીને ચેકો મારી બે મહિલા અને ચાલકે મળી ર.૩૪ લાખ રોકડની ચોરી કર્યાની ફરીયાદ નોંધાઇ હતી. તેની તપાસ દરમિયાન બાતમી આધારે ૩ આરોપીઆેને અમદાવાદથી ઝડપી લઇ સિદ્ઘપુર પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતાં લૂંટ કર્યાની કબુલાત કરી હતી.

આ અંગેની વિગત મુજબ મૂળ કાલોડાના વતની પરંતુ હાલમાં અમદાવાદ રહેતુ દંપતિ દશરથભાઈ મફાભાઈ ચૌહાણ અને તેમની પત્ની અમથીબેન અમદાવાદથી સિદ્ઘપુરની સ્ટેટ બેંક આેફ ઇન્ડિયામાં ર.૩૪ લાખ પાક ધિરાણના ભરવા આવ્યા હતા. જો કે, બેંકમાં પૈસા ભરવાનો સમય પૂરો થતાં કાલો આવવા જણાવતા દંપતિ પરત કમલીવાડા સંબંધીને ત્યાં જવા દેથળી ચોકડીથી ઈકોમાં બેસ્યુ હતું. નેદ્રા ગામના બસ સ્ટેન્ડ આગળ અચાનક બ્રેક ફેઈલ હોવાનું કહી ઈકો ચાલકે દંપતિતને ઉતારી પરત ઈકો લઈ સિદ્ઘપુર જવા નીકળી ગયા હતા.

ત્યારે દંપતી કમલીવાડા ગામે ગયા બાદમાં ચોરી થયાની ખબર પડી હતી. સિદ્ઘપુર પોલીસ સ્ટેશને ત્રણેય સામે પોલીસ ફરીયાદ નોંધાવી હતી. આવા જ એક બીજા બનાવમાં સિદ્ઘપુર દેથળી ચોકડીથી પેસેન્જરને બેસાડી તેના થેલામાંથી રૂ.૩૬૪૦૦ લઈ ફરીયાદીને ગાડીમાંથી કોઈ બહાને પેસેન્જરને નીચે ઉતારી દઈ આરોપીઆે ગાડી લઇ ભાગી ગયા હતા.

સિદ્ઘપુર પીઆઇ સી.વી.ગોસાઈ તેમજ તેમના સ્ટાફે આરોપીને અમદાવાદ ખાતેથી પ્રકાશભાઇ બાબુલાલ દંતાણી રહે-અમદાવાદ ભદ્રેશ્વર, પટણી વિનોદભાઇ નારાયણભાઇ અને પટણી રાકેશકુમાર અશોકભાઇ રહે- અમદાવાદ બાપાલાલ ચાલી મેધાણીનગરને પકડી પુછપરછ કરતા ગુનાની કબુલાત કરી હતી. આ કામે ચોરીમાં ગયેલ રોકડ રકમ પૈકી રૂા.ર૦ર૦૦, ઈકો, મોબાઇલ મળી કુલ કી.રૂ.૩ર૪૭૦૦નો મુદ્દામાલ રીકવર કરી આરોપીઆેને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. સિદ્ઘપુર પીઆઇ ચિરાગભાઈ દ્વારા આરોપીઆે રીઢા હોય બીજી કેટલી જગ્યાએ ચોરીઆે કરી છે તે અંગે તપાસ ચલાવી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

મહેસાણા : પાલિકા દ્વારા પ્રિ – મોન્સુનની તમામ કામગીરી પૂર્ણ કર્યો હોવાનો કર્યો દાવો.

રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થઇ ગઈ છે અને ગણતરીના દિવસો માજ ઉત્તર ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થવાની છે ત્યારે મહેસાણા નગર પાલિકા દ્વારા પ્રી મોન્સુન પ્લાનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.

ચોમાસા દરમિયાન ગોપીનાળું, હિરાનગર અને નાગલપુર જેવા વિસ્તારોમાં ચોમાસાના પાણી ભરાવાની સમસ્યા જોવા મળતી હોય છે ત્યારે પાલિકા દ્વારા પ્રીમોન્સુનની તમામ કામગીરી પૂર્ણ કરી દેવાઈ હોવાનો દાવો પાલિકાના ઉપપ્રમુખ કાનજી દેસાઈ કરી રહયા છે.

પરંતુ ચોમાસામાં જ સાચી વાસ્તવિકતા સામે આવશે કે, પ્રીમોસુનની કામગીરી ખરેખર થઇ છે કે પછી માત્ર કાગળ પર જ કરવામાં આવી છે.

પાટણ : શહેરને પીવાનું શુધ્ધ પાણી પુરુ પાડતી કેનાલમાં સેફટી પાઈપલાઈન નાંખવા ઉઠી માંગ.

પાટણ નગર પાલિકા ના નઘરોળ વહીવટ નો ઉત્તમ નમૂનો જોવા મળ્યો હતો. જ્યાંથી સામાન્ય પ્રજાને પીવાનું શુધ્ધ પાણી પૂરું પાડવામાં આવી રહયું છે.

તે કેનાલ માં વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ ચોકિયાત કે પાણીને શુધ્ધ રાખવા રખેવાળ આજદીન સુધી મૂકવામાં ન આવતા કે સેફ્ટી પાઇપ લાઇન નાખવામાં પણ ન આવતાં શહેરીજનોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. ત્યારે રાજકીય આગેવાનો તો રોજ ઘરમાં આર.ઓ. ફિલ્ટરનું શુધ્ધ પાણી પિતા હશે પરંતુ સામાન્ય જનતા ખુલ્લી કેનાલનું અશુધ્ધ પાણી પીવા મજબુર બની રહી છે.

કેમકે કેનાલ ઉપર કોઈપણ ચોકીયાત ન હોવાથી ખોરસમથી આવતું શુધ્ધ પાણી શહેરીજનો દવારા જ પોતાના ગંદા કપડાઓ અને સાધનો ધોતા હોવાથી અશુધ્ધ કરતાં છાશવારે જોવા મળતા હોય છે.

ત્યારે શુધ્ધ પાણીની ખુલ્લી કેનાલમાં વહેલી તકે સેફટી પાઈપલાઈન નાંખવામાં આવે કયાં તો ચોકીયાત મૂકવામાં આવે જેથી શુધ્ધ પાણીને અશુધ્ધ કરતાં લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી શહેરીજનોને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે.

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures