પાટણમાં રખડતા ઢોરોની સમસ્યા હલ કરવા માટે પ્રાંત ઓફિસર દ્વારા નગરપાલિકા અને પાંજરાપોળોના ટ્રસ્ટીઓ સાથે બેઠક કર્યા બાદ શુક્રવારે તાત્કાલિક સમસ્યાના નિરાકરણ માટે ઢોરો પકડવાનું શરું કરાવી દીધું પ્રાંત કચેરીનો સ્ટાફ,ચીફ ઓફિસર સહીત પાલિકાની ટિમ દ્વારા શહેરના મુખ્ય બજારોમાં રખડતા 21 જેટલા પશુ પકડી પાંજરામાં પુરી પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા હતા.

પાટણ ખાતે રખડતા ઢોરોથી આજદિન સુધીમાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે અને 10 થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે ત્યારે કલેકટરને થયેલી રજૂઆતોના પગલે તેઓની સૂચનાથી હાલમાંજ અધિકારી પ્રાંત તરીકે હાજર થયેલ સ્વપ્નિલ ખેર દ્વારા કલેકટર આનંદ પટેલની સૂચના મુજબ ગુરુવારે તાત્કાલિક પાલિકા,અને શહેરની નજીકની ચાર પાંજરાપોળોના ટ્રસ્ટીઓ સાથે મિટિંગ બોલાવી હતી શુક્રવારથી ઢોરો પકડી પાંજરાપોળોમાં મોકલી આપવા માટેનું આયોજન ઘડી તરતજ અમલીકરણ પણ શરુ કરી દેવાયું હતું.જેમાં મુખ્ય બજાર રોડ પરથી 21 જેટલા પશુઓ પકડી લેવાયા હતા તેવું પાલિકા ઢોર ડબ્બા શાખાના જયેશભાઇ પંડ્યાએ જણાવ્યું હતું.

પ્રાંત અધિકારી સ્વપ્નિલ ખેરે જણાવ્યું હતું કે જે ઢોર માલિકો પોતાના ઢોરો રખડતા મૂકે છે તેમની ઓળખ કરાશે.તેમણે આ કામગીરી ચાલુ રાખવા અને કામગીરી દરમ્યાન કોઈ અડચણ રૂપ બને તો કાયદેસરની કાર્યવાહી કરવા ચીફ ઓફિસરને સૂચના આપી હતી.બેઠકમાં પાલિકા પાસે ઢોર માલિકોનું લિસ્ટ હશે તેઓને બેઠકમાં બોલાવી સૂચના આપવા પણ સૂચન કરાયું હતું.

પ્રાંત અધિકારીએ પાંજરાપોળો ઢોર ન સ્વીકારતી હોવાનું જાણતાં પાટણ ,અનાવાડા, ઉંદરા અને ખલીપુર પાંજરાપોળના ટ્રસ્ટીઓ સાથે મિટિંગ કરી શહેરમાં પકડાતા ઢોરોને લેવા માટે તૈયાર કરી હતી.જોકે પાંજરાપોળોએ હરાયા ઢોર લેવાની ના પાડી હતી.ખલીપુર પાંજરાપોળના ધીરુભાઇ શાહે જણાવ્યું કે શહેરમાંથી પકડવામાં આવતા આખલા જેવા હરાયા ઢોર સંસ્થાના અન્ય નાના અને માંદા ઢોરોને મારતા હોય છે. કયારેક પશુ મરણ પણ થતું હોય છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.