Recruitment
કોરોનાને કારણે દેશના અર્થતંત્ર મોટું નુકશાન થયું છે. જેથી કેન્દ્ર સરકારે થયેલા મોટા નુકસાનને ધ્યાનમાં રાખી તમામ વિભાગોમાં નવા પદોની ભરતી (Recruitment)કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર આ પ્રતિબંધ હેઠળ એવી તમામ સંસ્થાઓ આવશે જેમની પાસે ખાલી જગ્યા ભરવાની સત્તા છે.
નાણા મંત્રાલય ખર્ચ વિભાગ દ્વારા જારી કરાયેલા નિર્દેશ અનુસાર આ પ્રતિબંધમાં તમામ મંત્રાલયો, વિભાગો, તેની સાથે જોડાયેલા કાર્યાલયો, બંધારણીય સંસ્થાઓ અને સ્વાયત્ત સંસ્થાઓનો સમાવેશ થાય છે.
આ પણ જુઓ : Teacher’s Day : શિક્ષક દિવસ પર PM મોદીએ ડૉ. એસ રાધાકૃષ્ણનને કર્યા યાદ
જો કોઇ સંસ્થાએ નાણા મંત્રાલયના ખર્ચ વિભાગની મંજૂરી વગર ચાલુ વર્ષે એક જુલાઇ પછી કોઇ પદ પર ભરતી કરવાની જાહેરાત કરી છે અને તેને અત્યાર સુધી ભરવામાં આવી નથી તો તે પદને હવે ભરી શકાશે નહીં. જો ખાલી જગ્યા ભરનાર વિભાગ એમ માને છે કે તે પદને ભરવા ખૂબજ જરૂરી છે તો તેને નાણા મંત્રાલયના ખર્ચ વિભાગની મંજૂરી લેવી પડશે.
આ પણ જુઓ : નીતિશ કુમારની દલિત-જનજાતિને લઇ મોટી જાહેરાત
ઉપરાંત નાણા મંત્રાલયના ખર્ચ વિભાગે હવે બીજા અન્ય ખર્ચાઓ ઉપર પર કાપ મૂકવાની જાહેરાત કરી દીધી છે. કોઇ પણ સ્થાપના દિવસની ઉજવણી પાછળ થતાં ખર્ચને હવે મંજૂરી આપવામાં આવશે નહીં.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.