Chanakya Niti

ચાણક્ય નીતિ (Chanakya Niti) શાસ્ત્ર સફળ જીવન જીવવાના માર્ગો બતાવે છે. ચાલો આપણે જાણીએ ચાણક્ય નીતિ દ્વારા કારકિર્દી અને જીવનમાં આર્થિક રીતે મજબુત થવા સફળતા મેળવી શકવા શું કરવુ જોઇએ.

ચાણક્ય નીતિ (Chanakya Niti) અનુસાર જે જગ્યાએ માન-સન્માન ન મળે. આજીવિકા નથી, ભાઈ કે બંધુ નથી રહેતા. એવી જગ્યાએ આપણે ન રહેવું જોઈએ.

આળસ વિદ્યાનો નાશ કરે છે. પૈસા બીજાના હાથમાં જતા નાશ પામે છે. ઓછી વસ્તુઓથી ખેતર અને સેનાપતિ વગર સૈન્યનો નાશ થાય છે. ઘર પૈસા દ્વારા, ધર્મ દ્વારા, યોગ દ્વારા, નમ્રતા દ્વારા, રાજા દ્વારા અને સારી સ્ત્રી દ્વારા સુરક્ષિત રહે છે.

વિદ્યાને કામધેનુ જેટલું સ્થાન આપવાનું માનવામાં આવે છે. જે ખરાબ સમયમાં પણ ફળ આપે છે, સ્થળાંતર સમયે માતાની જેમ સાથે રહે છે અને ગુપ્ત સંપત્તિ છે. જે ક્યારેય તમારી પાસેથી કોઇ છીનવી શકતુ નથી.

તપશ્ચર્યા કરવામાં એકલા રેહવાની સલાહ આપવામાં આવે છે. તો વાંચનમાં બે લોકો , ગાવામાં ત્રણ લોકો, ફરવામાં ચાર લોકો હોય, પાંચ લોકો ક્ષેત્રમાં અને ઘણા લોકો યુદ્ધમાં સાથે હોવા જોઇએ. આ બાબતો વિશે ફરી ફરીથી વિચારવું જોઈએ – સમય કેવો છે? કોણ મિત્ર છે? કેવું સ્થળ શું છે? આવક કેટલી છે જાવક કેટલી છે ? મારી પાસે શક્તિ કેટલી છે?

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024