ચાણસ્મા : બજારોમાં દશામાતાની મૂર્તિઓમાં જોવા મળ્યો મંદીનો માહોલ

અષાઢ માસ પૂર્ણ થતા અને પવિત્ર શ્રાવણ માસમાં આવતા જુદા જુદા વ્રતો તહેવારો ઉત્સવો પૂર્વ દશામાના દસ દિવસીય વ્રતનું વિશેષ મહત્વ જોવા મળે છે.

આગામી અષાઢ વદ અમાસને રવિવારથી શરૂ થતા દસ દિવસીય આ વ્રતને લઈ ચાણસ્માના બજારોમાં દશામાની મૂતિની ખરીદી માટે ભક્તજનો માં મંદિનો માહોલ જોવા મળ્યો હતો.

શ્રદ્ઘાળુંઆે માતાજી ના વ્રતને લઈ પુજાપો અને ફુલહાર અને પ્રસાદ ની ખરીદી કરતા જોવા મળ્યા હતા.તારીખ-૮ આેગસ્ટથી ૧૭ આેગસ્ટ સુધી શ્રદ્ઘાઆે સાથે વ્રતધારી મહિલાઆે પુજા અર્ચના કરવા માટેની તૈયારી કરતી જોવા મળી હતી. આમ શિક્તપીઠ દશામાના વ્રત માટે ચાણસ્મા બજારોમાં તમામ જ્ઞાતીના ભક્તજનો ખરીદી કરતા જોવા મળ્યા હતા.