પાટણ જિલ્લા ના ચાણસ્મા તાલુકાના ધીણોજ ખાતે આવેલ માધવ ડેરી ફાર્મમાં સ્નેહમિલન કાર્યક્રમમાં વડીલોનું સન્માન કરવામાં આવ્યું.તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યું હતું જેમાં વડ, પીપળો, જાબુડો, બોરસલી, લીમડો તથા વિવિધ જાતના વૃક્ષો વાવવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી મયંકભાઇ નાયક, ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મંત્રી વિનયસિંહ ઝાલા, સહિત ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ પ્રસંગે મયંકભાઇ નાયકે જણાવ્યું હતું કે આજે વડીલોનું સન્માન કરતાં ઘણો આનંદ થયો છે અને એમની પાસેથી કઈ શીખવા મળે એ માટે એમના આશીર્વાદ લેવા આવ્યો છું.વધુમાં જણાવ્યું હતું કે વૃક્ષારોપણ કરીને આપણે હાલની કોરોના ની પરિસ્થિતિમાંથી બહાર નીકળીએ અને ઓકિ્સજન વધારે મળે એના માટે વૃક્ષારોપણ કરવું જરૂરી છે.
ચાણસ્મા તાલુકાના ભાજપ મંત્રી મહેશભાઈ ચૌધરી એવી માંગણી કરી હતી કે ધિણોજ ખાતે પી. એસ. સી. સેન્ટર છે તેને સી.એસ.સી માં રૂપોંતર કરો અને અહીંયા ઓકિસજન પ્લાન્ટ કરાવો.
તેના જવાબમાં જણાવ્યું હતું કે અમો આ કાર્ય તાત્કાલિક સરકારના ધ્યાને લાવીશું અને જેમ બને તેમ ઝડપથી ધિણોજ પી. એસ. સી. સેન્ટર ને સી. એસ.સી સેન્ટરમાં રૂપોંતર કરીને ઓકિ્સજન પ્લાન્ટ લગાવવા માટેની કોશિશ કરીશું.
વિનયસિંહ ઝાલા જણાવ્યું હતું કે આજના સ્નેહમિલન વૃક્ષારોપણ અને મન કી બાતના કાર્યક્રમમાં મહેમાનોએ આવીને જે વાત કરી અને હાલના તબક્કે કોરોના મહામારી સામે જે જે પગલા ભરવાની જરૂર છે અને જે પગલાં સરકાર દ્વારા ભરવામાં આવ્યા છે તેને બિરદાવ્યા હતા. વેકિ્સનેશન ને પણ પ્રાધાન્ય આપવા માટે અપીલ કરી હતી.