પાટણ શહેર અને જીલ્લામાં આગામી ૧૬ મી સપ્ટેમ્બર થી ટ્રાફીકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો ને સરકારે નકકી કરેલા કમરતોડ દંડથી દંડાવાના છે. જે વાહન ચાલકો પાસે પીયુસી, લાયસન્સ,વીમો, હેલ્મેટ વિગેરે નહી હોય તો તેની સામે પોલીસ તંત્ર કડક કાર્યવાહી કરીને તેમને મોટો દંડ ફટકારશે. આથી પાટણ શહેરના અનેક વાહન ચાલકો અત્યારે તેમના વાહનોના જરુરી સાધનીક કાગળોની પુર્તતા કરવા માટે પોતાના કામ ધંધા છોડીને લાઈનો લગાવીને ઉભા રહી ગયા છે.
તો વાહનો માટે ખાસ પ્રદુષણ નિયંત્રણ સર્ટીફીકેટ જરુરી બન્યું હોવાથી તે દર છ મહીને કઢાવવુું પડે છે. કાયદાનો કડક અમલ થતો ન હોવાથી ઘણા લોકોએ કયારેય આવા પી.યુ.સી. કઢાવ્યા ન હોતા. પરંતુ હવે તેનો કડક અમલ થવાનો હોવાથી પી.યુ.શી. લેવા માટે પાટણમાં આવેલા ઓનલાઈન માત્ર ત્રણ જ પી.યુ.સી. સેન્ટરો પર લાઈન લગાવી રહયા છે. પાટણ માં માત્ર ત્રણ જ આવા સેન્ટરો હોવાથી માત્ર ટુ વ્હીલરના ર૦ રુપીયા અને ફોર વ્હીલરના પ૦ રુપીયાના બદલે પી.યુ.સી સેન્ટર વાળા ઉઘાડી લુંટ ચલાવી ડબલ પૈસા લેતા હોવાનું જોવા મળ્યું છે.
આમ આ પી.યુ.સી. લેવા માટે આજે શહેરના હાઈવે પર આવેલા સરદાર કોમ્પલેક્ષમાં વાહન ધારકો ની લાંબી લાઈનો લાગી હતી. ત્યારે પી.યુ.સી. સેન્ટર વાળાને પી.યુ.સી.ની ફી અંગે પુંછતા ટુ વ્હીલરના ર૦ રુપીયા અને ફોર વ્હીલરના પ૦ રુપીયાજ લેવામાં આવતા હોવાનું જણાવી સરકારે ટ્રાફીકના નિયમનને કડક કરતાં છેલ્લા બે દિવસમાં ૧ હજાર જેટલા વાહન ધારકોની પી.યુ.સી. કાઢવામાં આવી હોવાનું જણાવ્યું હતું. ત્યારે વાહન ચાલકોને પી.યુ.શી.ની ફી બાબતે પુંછતા હકીકત કંઈક અલગજ જોવા મળી હતી. ત્યારે વાહન ધારકના જણાવ્યા મુજબ ફોર વ્હીલના પ૦ રુપીયાની જગ્યાએ ૧૦૦ રુપીયા લઈ ઉઘાડી લુંટ ચલાવવાનો ઘટ સ્ફોટ કર્યો હતો.
તો આ બાબતે તંત્ર દવારા સાચી હકીકત જાણી પી.યુ.સી. સંચાલક સામે કાયદેસરના પગલા ભરવા લોક માંગ ઉઠવા પામી છે. તો શુ તંત્ર દવારા આવા પી.યુ.સી. સંચાલકો સામે પગલા ભરાશે ખરા ?