CID
આંધ્રપ્રદેશમાં CID એ ખાજીપેટમાં APCO ના પૂર્વ ચેરમેન ગુજજાલા શ્રીનિવાસુલુના નિવાસસ્થાન અને ઓફિસ પર રેડ પાડી હતી. તો આ રેડમાં તેમના નિવાસસ્થાનેથી 3 કિલો સોનું, 2 કિલો ચાંદી, 1 કરોડ રૂપિયાથી વધુની રોકડ રકમ અને સંપત્તિના દસ્તાવેજો જપ્ત કરાયા છે. CID અધિકારીઓએ જણાવ્યું કે, હૈદરાબાદમાં શ્રીનિવાસુલુના ઘરેથી 10 લાખ રૂપિયાની જૂની નોટો અને 10 લાખની નવી નોટો મળી આવી છે.
CID અધિકારીઓએ જણાવ્યું હતું કે, કોર્ટની મંજૂરીથી શુક્રવારે શ્રીનિવાસુલુના ઘર, ઢામખાનાપલ્લેમાં આવેલ સોસાયટી કાર્યાલય અને સોસાયટીમાં કાર્યરત વ્યક્તિઓના ઘરે એક સાથે મળીને રેડ પાડવામાં આવી હતી. શ્રીનિવાસુલુના ઘરે અને ઓફિસ પર એક સાથે અચાનક દરોડા પડવાને કારણે પૂર્વ અધ્યક્ષ કંઈપણ છુપાવી શક્યા નહીં. તેમજ સીઆઈડીએ કહ્યું કે તેઓ આશ્ચર્ય પામી રહ્યા છે કે 1 કરોડની રોકડ અને સોનું આ રીતે ઘરમાં કેમ પડેલું છે. તો આટલી મોટી રકમ ઘરમાં કેમ રાખવામાં આવી તેની પણ તપાસ કરવામાં આવશે.
Andhra Pradesh: CID raided the residence of Gujjala Srinivasulu, former chairman of APCO (State Handloom Weavers Cooperative Society) in Khajipet, yesterday. 3 kgs of gold, 2 kgs of silver, more than Rs 1 crore of cash & property documents have been seized from his residence. pic.twitter.com/ASUe02lA4C
— ANI (@ANI) August 22, 2020
તેમજ આ સોના-ચાંદીની સાથે સંપત્તિના અનેક દસ્તાવેજો પણ મળી આવ્યા છે. સીઆઈડીએ આ તમામ સંપત્તિ અને રોકડ રકમ જપ્ત કરી લીધી છે. શ્રીનિવાસુલુનું કાળું નાણું પોતાની હેઠળ લીધા બાદ સીઆઈડી ટીમે શ્રીનિવાસુલુ અને તેમના પરિવારની લાંબા સમય સુધી પૂછપરછ પણ કરી. સીઆઈડીએ જણાવ્યું કે તેમના 25 અધિકારીઓએ શ્રીનુના ખાજાપેટ ખાતેના મકાનો અને પ્રોડ્ડુતુર અને કડપ્પામાં રહેતા એકાઉન્ટન્ટ કોંડય્યા અને શ્રીરામુલુના ઘરો પર એક સાથે દરોડા પાડ્યા હતા. તથા અધિકારીઓએ સોસાયટીની ઓફિસમાંથી કમ્પ્યુટર અને દસ્તાવેજો પોતાની સાથે લઇ ગયા. કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તો બુધવારે આંધ્રપ્રદેશ પોલીસે ટ્રેઝરી વિભાગના કર્મચારીના ડ્રાઇવરના સસરાના ઘરે દરોડા પાડ્યા હતા, જ્યાં કરોડોની સંપત્તિનો ખુલાસો થયો હતો. આ દરમ્યાન પોલીસને 2.42 કિલો સોનું, 84.10 કિલો ચાંદી, 15,55,560 રૂપિયા રોકડા, 49.10 લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ અને નેશનલ સેવિંગ્સ સ્કીમ્સની રસીદ મળી હતી.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.