Unlock 3
- Unlock-3 માટે એસઓપી બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
- અનલોક 3 (Unlock-3) માં સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે સિનેમા હૉલ ખોલવામાં આવી શકે છે.
- સૂચના પ્રસારણ મંત્રાલયે 1 ઓગસ્ટથી સિનેમા હૉલ ખોલવાનો પ્રસ્તાવ ગૃહ મંત્રાલયને મોકલ્યો છે.
- સૂચના મંત્રાલયની સિનેમા હૉલ માલિકો સાથે થોડા દિવસો પહેલા ચર્ચા થઈ છે.
- લગભગ 4 મહિનાથી સિનેમા હૉલ સતત બંધ છે.
- તેથી સિનેમા હૉલ માલિકોને મોટું નુકસાન સહન કરવું પડ્યું છે.
- જોકે, અનલૉક 1 અને 2માં અનેક પ્રકારની છૂટછાટ આપવામાં આવી છે.
- તથા બજાર, રેસ્ટોરાં અને મૉલ કેટલાક નિયમો સાથે ખોલવામાં આવ્યા છે.
- તો એવામાં સિનેમા હૉલ માલિકોએ સરકારની સામે પોતાની માંગ રજૂ કરી છે કે કેટલીક શરતો અને નિયમોની સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવે.
- આ Central Jail ના આટલા કેદીઓનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટીવ
- ‘Krrish 4’ ઋત્વિક રોશનના પાત્રો પર રાકેશ રોશને કર્યો ખુલાસો
- જો કે, સિનેમા હૉલ માલિક 50 ટકા દર્શકોની સાથે થિયેટર શરૂ કરવાના પક્ષમાં છે.
- તેમજ મંત્રાલયનું માનવું છે કે શરૂઆતમાં 25 ટકા સીટ સાથે સિનેમા હૉલ ખોલવામાં આવે અને નિયમોનું કડકાઈથી પાલન થાય.
- સિનેમા હૉલ માલિકોની સાથે ચર્ચાની પ્રપોઝલને સૂચના મંત્રાલયે ગૃહ મંત્રાલયને મોકલી દીધી છે.
- જોકે, હવે અંતિમ નિર્ણય ગૃહ મંત્રાલયે લેવાનો છે.
- સિનેમા હૉલની સાથે જિમ પણ ખોલવાનું પ્રસ્તાવ ગૃહ મંત્રાલયની પાસે છે.
- શક્યતા છે કે જે રીતે સતત દિનચર્યાને સામાન્ય કરવામાં આવી રહી છે.
- કેટલીક શરતો અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોની સાથે દેશભરમાં જિમ ખોલવાની મંજૂરી આ અનલૉક-3માં આપવામાં આવી શકે છે.
- સિનેમા હૉલ અને જિમ ઉપરાંત Unlock-3 માં કેટલીક વધુ છૂટ રાજ્યોને મળી શકે છે.
- જોકે, સૂત્રોનું માનીએ તો સ્કૂલ અને મેટ્રો હજુ ખોલવામાં નહીં આવે.
- 31 જુલાઈએ અનલૉક-2 ખતમ થવા જઈ રહ્યું છે.
- તથા 31 જુલાઈ સુધી ગૃહ મંત્રાલય તરફથી Unlock-3 ની ગાઇડલાઇન જાહેર કરી દેવામાં આવશે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow