• નાગરિકતા સંશોધન કાયદો ની વિરુદ્ધ દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.
 • આજે ફરી એકવાર દેશના અનેક હિસ્સામાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, ડાબેરી પાર્ટીઓએ આજે ભારત બંધનું આહવાન આપ્યું છે.
 • પ્રદર્શનને જોતાં દેશના અનેક હિસ્સાઓમાં કલમ 144 લગાવવામાં આવી છે. ઉત્તર પ્રદેશ, કર્ણાટકના અનેક હિસ્સામાં મોટા પ્રદર્શનની શક્યતા છે.
 • દેશની રાજધાની દિલ્હી માં નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ પ્રદર્શન ઉગ્ર બનતું જઈ રહ્યું છે.
 • અત્યાર સુધી રાજધાનીમાં 17 મેટ્રો સ્ટેશનોને બંધ કરી દેવામાં આવ્યા છે. મોબાઇલ નેટવર્ક કંપની એરટેલ તરફથી નિવેદન આવ્યું છે કે સરકાર તરફથી તેમને આદેશ આપવામાં આવ્યો છે કે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં વૉઇસ, એસએમએસ, ઇન્ટરનેટની સુવિધાને બંધ કરી દેવામાં આવી છે.
 • કંપનીએ નિવેદન આપ્યું છે કે જ્યારે આ સસ્પેન્શને હટાવી દેવામાં આવશે ત્યારે સુવિધા ફરી શરૂ કરવામાં આવશે.
 • દિલ્હીમાં ઇન્ટરનેટ બંધ કરવાને લઈ સૌથી મોટું કારણ એ પણ છે કે કારણ કે જે પણ પ્રદર્શન કરી રહ્યા છે તેઓ વોટ્સએપના કારણે થઈ રહ્યા છે. તેને લઈ કોઈ પાર્ટી સામે નથી આવી.
 • દિલ્હીમાં કૉંગ્રેસ નેતા સંદીપ દીક્ષિત, ઉમર ખાલિદ સહિત અનેક મોટા નેતાઓની અટકાયત કરવામાં આવી છે.
 • તમામ નેતા નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ પહેલા બેંગલુરુમાં ઈતિહાસકાર રામચંદ્ર ગુહા, લાલ કિલ્લા વિસ્તારમાં યોગેન્દ્ર યાદવની પણ અટકાયત કરવામાં આવી હતી.
 • દિલ્હી પોલીસે મંડી હાઉસ અને લાલ કિલ્લા વિસ્તારમાં કલમ- 144 લગાવી છે.
 • દિલ્હી પોલીસ કમિશ્નરે તમામ જિલ્લાઓમાં અલર્ટ જાહેર કર્યું છે.
 • પોલીસ અધિકારીઓએ પ્રદર્શન પર નજર રાખવાનો આદેશ આપ્યો છે.
 • સ્વરાજ ઈન્ડિયાને રેલી અને પ્રદર્શનની મંજૂરી નથી આપવામાં આવી. તેમ છતાંય તમામ સંગઠનો અને ડાબેરી પાર્ટીઓએ રેલી યોજીને પ્રદર્શનની વાત કહી છે.
 • બીજી તરફ, પોલીસે દિલ્હી-ગુરુગ્રામ એક્સપ્રેસ-વે પર બેરિકેટિંગ લગાવીને રસ્તા રોકી દીધા છે. આ દરમિયાન દરેક ગાડીઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તેને કારણે હાઈવે પર 8 કિલોમીટર લાંબો જામ લાગી ગયો છે. હજારોની સંખ્યામાં લોકો હાઈવે પર ફસાઈ ગયા છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024