Clone Trains

Private trains

પ્રાઈવેટ ટ્રેનો (Private trains) શરુ કરનાર કંપનીઓને ટ્રેનનુ ભાડુ નક્કી કરવાની છુટ આપવામાં આવશે. ભારતીય રેલવે 109 સ્ટેશનો પર 151 જેટલી પ્રાઈવેટ ટ્રેનો લોન્ચ કરવાની યોજના બનાવી છે. સાથે સાથે સ્ટેશનોને આધુનિક બનાવવા માટે પણ ખાનગી કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવાની યોજના છે.

ભારતીય રેલવે બોર્ડના ચેરમેન વી કે યાદવે કહ્યુ હતુ કે, કંપનીઓને ટ્રેનની ટિકિટની કિંમત નક્કી કરવાની છુટ હશે પણ ટ્રેનના રુટ પર એસી બસ અને હવાઈ મુસાફરીની પણ સુવિધા હશે તો ભાડુ નક્કી કરતા પહેલા જે તે કંપનીએ આ વાતનુ ધ્યાન રાખવુ પડશે.

આ પણ જુઓ : કંગનાએ તુટેલી ઓફિસના ફોટા શેર કરી કહ્યુ આ મારા સપનાઓનો બળાત્કાર છે

દેશમાં જાણીતી કંપનીઓએ આ યોજનમાં રસ દાખવ્યો છે. ભારતીય રેલવેના અનુમાન પ્રમાણે પ્રાઈવેટાઈઝેશનની યોજનાઓથી આગામી 5 વર્ષમાં રેલવેમાં 7.5 અબજ ડોલરનુ રોકાણ થવાની શક્યતાઓ છે. રેલવે દ્વારા હાલમાં ચાલતી ટ્રેનોની ઝડપ વધારવા માટે પણ પગલા ભરવામાં આવી રહ્યા છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.