Vadodara
બાળ મજૂરી કરાવી એ ગુનો છે. એ છતાં લોકો બાળકો સાથે મજૂરી કરાવતા નજરે પડે છે. વડોદરા (Vadodara) નર્મદા ભુવનમાં આવેલી શ્રમ અધિકારી વિસ્તારમાં જૈન કચોરીવાળાની દુકાને બે બાળકો કામ કરતા નજરે પડ્યા હતા.
તે બાળકોની ઉંમર 16 વર્ષ કરતા ઓછી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવતા શ્રમ અધિકારીએ દુકાનના સંચાલક પાસે બાળકોની વિગતો માંગી હતી. આ બંને બાળકો મૂળ યુપીના હતા અને છેલ્લા પંદર દિવસથી કચોરી વાળાની દુકાને કામ કરતા હતા.
આ પણ જુઓ : હેડમાસ્ટરે અશ્લીલ વિડિયો દેખાડીને પાંચ બાળા પર દુષ્કર્મ આચર્યું
બંનેની ઉંમર માત્ર 13 વરસની હતી. જેથી બંને બાળકો શ્રમિકોને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપ્યા છે. શ્રમ અધિકારીએ જૈન કચોરી વાલા નામની દુકાન ચલાવતા માંગીલાલ હકીમચીચી કુશવાહ તથા મધુબેન દિનેશભાઈ પ્રજાપતિ વિરુદ્ધ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.