પાટણમાં ચાઈનીઝ દોરી લેવાના બહાને વેપારીને બોલાવી પોલીસ અને પત્રકારોની ઓળખ આપી ખોટા કેસમાં ફસાવા ની ધમકી આપી 50000 રૂપિયાની ખંડણી માંગી વેપારીને ચાઈનીઝ દોરી આપવા માટે બોલાવી પોલીસ અને પત્રકારની ઓળખ આપી ગાડીમાં બેસાડી અપરણ કરી ખંડણી માંગી.
ટોળકી દ્વારા અગાઉ પણ જિલ્લામાં વિવિધ સ્થળોએ તોડ કર્યા હોવાની ચર્ચા
પાટણમાં ચાઈનીઝ દોરી ના વેપારીને પોલીસ અને પત્રકાર હોવાની નકલી ઓળખ આપી અપહરણ કરી રોકડ અને લૂંટ કરી હોવાની વેપારીએ પાંચ ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે.
પાટણ શહેરમાં રહેતા રામુભાઈ ભુપેન્દ્રભાઈ પટણી દોરી નો હોલસેલ નો વેપાર કરતા હોય ચાઈનીઝ દોરી લેવાના બહાને બોલાવી શહેરમાં તોફીક ઉમરભાઈ મન્સૂરી રહે ગુલશન નગર , મૂર્તઝાઅલી ઇકબાલહુસેન સૈયદ રહે આનંદ નગર સોસાયટી , ઝહીર ઉર્ફે બટાકો ભટીયાર રહે પાટણ માજીદ ખાન સિંધી તેમજ એક અજાણ્યા વ્યકિત મળી પાંચે વ્યક્તિઓએ પોલીસ અને પત્રકાર તરીકેની ખોટી ઓળખાણ આપી ડરાવી ધમકાવી રૂપિયા 50 હજાર રૂપિયાની ખંડણી ની માગણી કરી ફરિયાદીનું અપહરણ કરી પ્લાસ્ટિકની પાઇપ તેમજ લાકડાનો ધોકો બતાવી ચાઈનીઝ દોરી ના ખોટા કેસમાં ફીટ કરી ફાંસીની સજા કરાવી દેવાની ધમકી આપી રૂપિયા 3500 રોકડ કાઢી લઈ અને એક mi કંપનીનો મોબાઇલ લઈ લૂંટ કરી હોવાની શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
નકલી પત્રકાર અને પોલીસ બનીને 50 હજારનો તોડ કરવા વેપારીને બોલાવ્યો હતો :
શહેરમાં રહેતા માજીદ ખાન સિંધી વેપારીને ફોન કરીને વલ્લભ નગર પાસે દોરી લઈને આવવા માટે બોલાવ્યો હતો. વેપારી અને અન્ય સાથી આવતા જ ઈસમોએ નકલી પોલીસ અને પત્રકારો હોવાની ઓળખ આપી ગાડીમાં બેસાડીને તેને લઈ જઈ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગાડી ફરી હતી અને આ દરમિયાન તેને ચાઈનીઝ દોરી બાબતે ખોટો કેસ કરીને ફસાવી દેવા માટે ધમકી આપી હતી. 50000 રૂપિયા ની ખંડણી માગતા આ લોકો આપવા સંમતના થતા તેમને ડરાવી લાપટ ઝાપટ કરી હતી. આ લોકોએ વેપારી પાસેથી 50000 રૂપિયા પડાવવા માટે સમગ્ર કારસો રચ્યો હતો.